ચા લારીમાં ઘૂસેલી ગાડીથી ઘટનાસ્થળે લોક ટોળું ભેગું, સદનસીબે મોટી જાનહાનિ ટળી
વડોદરા : શહેરમાં દિવાળીના દિવસે કલેકટર કચેરીની બહાર ઓવર સ્પીડમાં દોડતી કાર ચાલકે એક બાઈક ચાલકને ટક્કર મારી દીધી હતી. અચાનક બનેલા આ અકસ્માતથી બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. ટક્કર બાદ કાર નિયંત્રણ ગુમાવી ચાની લારીમાં ઘૂસી ગઈ હતી.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસના કહેવા પ્રમાણે કાર ચાલકની બેદરકારી અને ઓવર સ્પીડના કારણે અકસ્માત સર્જાયો હતો. પોલીસે ગાડી ચાલક સામે કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે.