વડોદરા જિલ્લામાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો વચ્ચે વડોદરા જિલ્લા કલેકટર એક્શનમાં જોવા મળ્યા હતા, જિલ્લા કલેકટરે સાગમટે નવ જેટલા નાયબ મામલતદારોની એક ઝાટકે બદલી કરી નાખી હતી.અનેક વાર ભ્રષ્ટાચાર અને બિનખેતી સહિત અન્ય વિભાગોમાં વ્હાલા દવલાની નીતિ ચાલતી હોવાની પણ ફરિયાદો ઉઠી હતી.આ ફરિયાદો વચ્ચે જિલ્લા કલેકટરે સપાટો બોલવતા ભ્રષ્ટ્ર સરકારી બાબુઓમા ફફડાટ ફેલાયો છે.બિનખેતી સહિત અન્ય વિભાગોમાં વ્હાલા દવલાની નીતિ ચાલતી હોવાની પણ ફરિયાદો ઉઠી હતી.
1- એન.આર. પટેલ
નાયબ મામલતદાર, પુરનિયંત્રણ, ડીઝાસ્ટર શાખા, કલેકટર કચેરી, વડોદરા થી ખાસ જમીન સંપાદન અધિકારી એકમ-૧,વડોદરાની કચેરી (ખાલી જગ્યાએ)
2- એ. એ. પ્રજાપતિ
નાયબ મામલતદાર, પુરનિયંત્રણ, મામલતદાર કચેરી, ડેસર, વડોદરા થી નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, ડેસર (ખાલી જગ્યાએ)
3- નરેશ જે. આલ
નાયબ મામલતદાર, પુરનિયંત્રણ, મામલતદાર કચેરી, પાદરા, વડોદરા થી નાયબ મામલતદાર(વહીવટ), મામલતદાર કચેરી, પાદરા (ખાલી જગ્યાએ)
4- વિશાલ પી. સિણોજીયા
નાયબ મામલતદાર, પુરનિયંત્રણ, મામલતદાર કચેરી, શિનોર, વડોદરા થી
સર્કલ ઓફીસર, મામલતદાર કચેરી, શિનોર
(ખાલી જગ્યાએ)
5- આર. એલ. પરમાર
નાયબ મામલતદાર, પુરનિયંત્રણ, મામલતદાર કચેરી, કરજણ, વડોદરા થી નાયબ મામલતદાર(દબાણ-૧), મામલતદાર કચેરી, કરજણ (ખાલી જગ્યાએ)
6- નિકુંજ સાવલા
નાયબ મામલતદાર, પુરનિયંત્રણ, મામલતદાર કચેરી, વાઘોડીયા, વડોદરા થી નાયબ મામલતદાર (પુરવઠા), મામલતદાર કચેરી, વાઘોડીયા (ખાલી જગ્યાએ)
7- ડી. સી. મસાણી
નાયબ મામલતદાર(IORA Cell), (કામગીરી બિનખેતી શાખા, ક્લેક્ટર કચેરી વડોદરા. થી સર્કલ ઓફીસર, મામલતદાર કચેરી, વડોદરા ગ્રામ્ય, વડોદરા (શ્રી પી. જી. ડોડિયાને બદલતાં)
8- પી. જી. ડોડીયા
સર્કલ ઓફીસર, મામલતદાર કચેરી, વડોદરા ગ્રામ્ય, વડોદરા થી
નાયબ મામલતદાર (iORA Cell), (કામગીરી બિનખેતી શાખા, કલેક્ટર કચેરી, વડોદરા) (શ્રી ડી.સી.મસાણીને બદલતાં)
9- પી. ડી. વ્યાસ
નાયબ મામલતદાર(દબાણશ-૨), મામલતદાર કચેરી, પાદરા થી નાયબ મામલતદાર(પુરવઠા), મામલતદાર કચેરી, વડોદરા ગ્રામ્ય (સ્વવિનંતીથી)
વડોદરા કલેકટરે સપાટો બોલાવ્યો, નાયબ મામલતદરોની સાગમટે બદલી
By
Posted on