Vadodara

વડોદરા : કલાલી વુડાના મકાન પાસે CNG કારમાં આગ ભભૂકી,લોકોમાં ફફડાટ

ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો :

વડોદરાના કલાલી ગુલાબી વુડાના મકાનોમાં બહાર પાર્ક કરેલી એક કારમાં સવારે આકસ્મિક આગ લાગવાની ઘટના બની હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ ત્વરિત સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી.

વડોદરામાં વરસાદી માહોલ ટાણે પણ આગજનીના બનવો સામે આવી રહ્યા છે. તેવામાં મંગળવારે સવારે 9 વાગ્યાની આસપાસ શહેરના કલાલી ખિસકોલી સર્કલ પાસે આવેલા વુડાના મકાનો નજીક પાર્ક થયેલી એક કારમાં આકસ્મિક આગ લાગી હતી. બનાવને પગલે સ્થાનિક રહીશો એકત્ર થઈ ગયા હતા અને બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

સ્થાનિક સુરેશભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હું રીક્ષા લઈ ઘરે પરત ફર્યો, ત્યારે આશરે 9 વાગ્યાની આસપાસ કારમાં સામાન્ય આગ લાગી હતી. જેથી મેં તરત ફાયરબ્રિગેડને જાણ કરી હતી.આ કાર કોની છે તેની મને ખબર નથી. પણ કોઈ સ્થાનિક રહીશ માંથી જ કોઈની કાર હશે. કાર સીએનજી હતી તેમ જણાવ્યું હતું. હાલ તો, આગની લપેટમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જ્યારે બનાવને પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી.

Most Popular

To Top