નવીનગરીનો સંદીપ મનુભાઈ વસાવા ડૂબી જતાં મોત :
અટલાદરા પોલીસે લાશનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથધરી :
વડોદરામાં બુધવારથી શરૂ થયેલા વરસાદ ના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે શુક્રવારે કલાલી તળાવમાં એક યુવક ડૂબી ગયો હોવાની માહિતીને આધારે સ્થળ પર પહોંચેલી જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમે ભારે જહેમત બાદ યુવકની તળાવમાંથી ભાળ મેળવી હતી.
વડોદરામાં બુધવારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.તો શહેરના તળાવ અને નદીઓ પણ હાઉસફુલ પરિસ્થિતિમાં છે.તેવામાં કલાલી તળાવમાં એક છોકરો ડૂબી ગયો હોવાની માહિતીને આધારે ફાયર બ્રિગેડની ટીમોએ તળાવમાં શોધખોળ હાથ ધરી હતી.વડોદરા શહેરના કલાલી ગામ ખાતે આવેલા તળાવમાં એક છોકરો ડૂબી ગયો હોવાની ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમ ઉપર મળેલી વર્ધિના આધારે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી.
જીઆઇડીસી ફાયર સ્ટેશનના ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે , કલાલી ગામના તળાવમાં એક છોકરો ડૂબી ગયો હોવાની માહિતીને આધારે ફાયરબ્રિગેડની ટિમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં જીઆઇડીસી ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર પહોંચી કલાલી તળાવમાં ડૂબી ગયેલા છોકરા ની શોધખોળ હાથ ધરી હતી જોકે કલાકોનો સમય વીતવા છતાં પણ કલાલી તળાવમાંથી છોકરાની કોઈ ભાડ મળી આવી ન હતી.જોકે સાંજે આશરે સવા છ કલાકની આસપાસ લાશ મળી આવી હતી.તપાસ કરતા નવી નગરી કલાલી હાઉસ ખાતે રહેતો 42 વર્ષીય સંદીપ મનુભાઈ વસાવા હોવાનું જાણવા મળ્યું હતું.બનાવ સંદર્ભે પોલીસે લાશને અટલાદરા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તો આ યુવક તળાવમાં કેવી રીતે ડૂબ્યો તે જાણવા મળ્યું નથી. જોકે સમગ્ર મામલે પોલીસ આગળની તપાસ કરી રહી છે.