Vadodara

વડોદરા : કલાદર્શન પાસે મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી મોપેડ સવાર ગઠીયા રફુચક્કર

પ્રતિનિધિ વડોદરા તા 28
તાજેતરમાં જ પોલીસે વાઘોડિયા રોડ પરથી મહિલાનો અછોડો તોડનાર બે આરોપીને ઝડપી પાડ્યા હતા. ત્યારે ફરી કલાદર્શન પાસેથી પસાર થતા એક મહિલાના ગળામાંથી મોપેડ સવાર ગઠીયા 25 હજારની સોનાની ચેન તોડીને રફુચક્કર થઈ ગયા હતા. મહિલાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગઠીયાઓની શોધખોળ હાથ ધરી છે.
વડોદરામાં અછોડા તોડ ટોળકીનો આતંક દિન પ્રતિ દિન વધતો જાય છે. તાજેતરમાં જ કલાદર્શન પાસે એક મહિલાનો અછોડો તોડી ગઠીયા ભાગી ગયા હતા. જેમને પોલીસે ઝડપી પણ પાડ્યા હતા. ત્યારે ગઈકાલે 27 સપ્ટેમ્બર ના રોજ વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે આવેલી અમી દર્શન સોસાયટીમાં રહેતા રંજનબેન કિરણબાબુ જોષી સાંજના ચાલતા પુનમ કોમ્પલેક્ષ પાસે આવેલ રણછોડજીના મંદિર ખાતે દર્શન કરવા માટે ગયા હતા. ત્યાથી દર્શન કરી તેઓ કલાદર્શન ચાર રસ્તા ખાતે ઉભી રહેલી શાકભાજીઓની લારી ઉપરથી શાકભાજી લઈ પરત ઘરે જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન કલાદર્શન ચાર રસ્તા તરફથી રોંગ સાઇડથી મોપેડ ઉપર બે શખ્સો અચાનક તેમની પાસે ધસી આવ્યા હતા અને પાછળ બેઠેલા શખ્સે મહિલાના ગળામાં 25 હજારની સોનાની ચેન તોડીને પરિવાર ચાર રસ્તા તરફ ભાગી ગયા હતા. મહિલાએ બુમાબુમ કરતા આસપાસમાંથી લોકો ભેગા થઈ ગયા હતા પરંતુ બાઈક સવાર ગઠિયા તો રફૂ ચક્કર થઈ ગયા હતા. મહિલાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અછોડા તોડ મોપેડ સવાર ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top