Vadodara

વડોદરા : કરન્સીમાં ટ્રેડિંગ કરવાના બહાને બિઝનેસમેન પાસેથી રૂ. 75.80 લાખ ઠગોએ ખંખેર્યાં

પ્રતિનિધિ વડોદરા તા.15

માંજલપુર વિસ્તારમાં રહેતા બિઝનેસમેનને કરન્સીમાં ટ્રેડિંગ કરશો તો દર વખતે 10 થી 25 ટકા પ્રોફિટ મળશે તેવી લાલચ આપીને રૂ. 75. 80 લાખ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. વેબસાઈટમાં પ્રોફિટ સાથે તેમના પ્રોફિટ સાથે 4.73 લાખ ડોલર બતાવતા હતા. તેમનો ભરોસો જીતવા માટે રૂ. 42 હજાર વિડ્રો કરી આપ્યા હતા. બાકીના રૂ.75.37 લાખ પરત નહીં ઠગો તેમની સાથે છેતરપિંડી કરીહતી. બિઝનેસમેને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભેજાબાજો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા પ્રાર્થના ફ્લેટમાં રહેતા ચિરાગભાઈ કનુભાઈ શાહ નવરંગ કોમ્પલેક્ષ રાવપુરા ખાતે એરિસ એન્જિનિયરિંર્સ નામની ઓફિસ ચલાવી ટ્રેડિંગ કામ કરે છે. ગત જુન મહિનામાં તેઓ ઓનલાઇન સર્ચ કરી રહ્યા હતા દરમિયાન તેમને એક મેસેજ આવ્યો હતો. ત્યારબાદ વાતચીત થતા તેઓએ તેમની પાસે સોશિયલ મીડિયા આઇડી માંગતા તેઓએ આપ્યું હતું. તેમને એક આઇડી ઉપરથી મેસેજ આવ્યા બાદ વાત પણ કરી હતી. જેમાં શ્રુતીકા રાણા પોતે કરન્સી ટ્રેડીંગનું કામ કરતી હોવાનું કહ્યું હતું. તેણે લાલચ આપી હતી કે દરેક ટ્રેડીંગ વખતે 10થી 25 % નફો મળશે. કરંસી ટ્રેડ કરશો તો પણ વળતર પણ સારુ મળશે. ત્યારબાદ તેમનું કરન્સી ટ્રેડીંગનું એકાઉન્ટ બનાવી આપતા ટ્રેડીંગ માટે શ્રુતીકા રાણા ટીપ્સ આપતી તેમ ટ્રેડ કરતો હતો. તેમણે કહ્યા મુજબ તેઓએ કરન્સીમાં ટ્રેડ માટે બેંક ખાતામાં કુલ રૂ.75.80 લાખ કરન્સી ટ્રેડીંગ નામે ટ્રાન્સફર કરાવ્યાં હતા. ઓનલાઇન વેબસાઇટમાં રોકાણ કરેલા રૂપિયા પ્રોફીટ સાથે રૂ. 4,73,259.86 ડોલરમાં બતાવતા હતા. જેથી શરૂઆતમાં  તેમને  રૂ. 42 હજાર પરત કરતા વિશ્વાસ આવી ગયો હતો. ત્યારબાદ બાકી રૂપિયા ઉપાડી આપવા માટે કહ્યું પરંતુ કોઇ રકમ પરત નહી કરીને રૂ.75.37 લાખની ઠગાઇ આચરી છે. જેથી પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધીને ભેજાબાજોને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.

ટ્રેડિંગ કરવા રૂપિયા ઉપાડવા હોય તો 30 ટકા ટેક્ષ ભરવો પડશે

બિઝનેસમેને લાલચ આવીને રૂપિયા કરન્સી ટ્રેડિંગમાં રૂ. 75.80 લાખ રોકાણ કર્યા હતા. જેમાં તેઓએ આપેલી લિંકમાં પ્રોફિટ સાથે રૂપિયા 4.73 લાખ ડોલર બતાવતા હતા. બિઝનેસમેનને શરૂઆતમાં રૂપિયા વિડ્રો કરી આપ્યા હતા. ત્યારબાદ બીજીવાર રૂપિયા વિડ્રો કરવા માટે કહ્યું હતું ત્યારે રૂપિયા ઉપાડવા માટે 30 ટકા ટેક્સ ભરવો પડશે તો જ તમે રૂપિયા ઉપાડી શકશો તેમ કહી જણાવ્યું હતુ કે ઓનલાઇન ઇન્કમટેક્ષ વેબસાઇટ પર ભરીને તેની રિસીપ્ટ મોકલી આપુ છું. ત્યારબાદ તેઓએ અમે બેન્ક ખાતુ આપીએ તેમાં ટેક્સ ભરવો પડશે તેમ કહ્યું હતુ. જેથી તેઓને મિત્રે તમારી સાથે ફ્રોડ થયો હોવાનું કહ્યું હતું.  જેથી તેઓએ સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અરજી કરી હતી.

Most Popular

To Top