Vadodara

વડોદરા : કરજણ એપીએમસીના વાઇસ ચેરમેનનો ઝેરી પ્રવાહી ગટગટાવી આપઘાત

એપીએમસી વાઇસ ચેરમેન રજની પટેલ

ચાર દિવસ પહેલા કોઠાવ ગામના મહિલા સરંપચના પતિએ સુનિલ પટેલે પણ આપઘાત કરી લીધો હતો

બંને ભાજપના નેતાએ આત્મહત્યા  કેમ કરી તેનું કારણ જાણવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી

પ્રતિનિધિ વડોદરા તા.12

કરજણ એપીએમસીના વાઇસ ચેરમેન અને ભાજપના નેતા એવા રજની પટેલે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. કયા કારણોસર તેઓએ આપઘાત કર્યો તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી. જેથી કરજણ પોલીસે લાશને પીએમ માટે કરજણ સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. ઉલ્લેખનીય છે કે કોઠાવ ગામના મહિલા સરપંચના પતિએ પણ ચાર દિવસ પહેલા આપઘાત કરી લીધો હતો. જેથી બંને ભાજપના નેતાના આપઘાતને લઇને રાજકીય ગરમાવો આવી ગયો છે. પોલીસે બંને આપઘાતમાં કનેક્શન છે કે નહી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

કરજણ તાલુકાના કોઠાવ ગામે રહેતા અને એપીએમસીના વાઇસ ચેરમેને રજની પટેલ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 15 વર્ષથી સક્રિય હતા. પરંતુ તેઓએ તેમના ઘરમાં કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તેમને સારવાર માટે તાત્કાલિક કરજણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હાજર તબીબોએ તેમના મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે જાણ થતા કરજણ પોલીસ પણ હોસ્પિટલમાં દોડી આવી હતી અને રજની પટેલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં ખસેડાયો હતો. હજુ સુધી રજની પટેલ કયા કારણોસર અપઘાત કરી લીધો હતો તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. અત્રે ઉલ્લેખનીય છે કે 9 જુલાઇના રોજ કોઠાવ ગામના મહિલા સરંપચના પતિ સુનિલ પટેલે પણ ઝેરી દવા પીને મોતને વહાલું કરી લીધી હતું. ત્યારે સવાલ એ થાય છે કે એક જ ગામમાં રહેતા બંને નેતાઓ સુનિલ પટેલે અને રજની પટેલના આપઘાતના લઇને સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બંને નેતાઓના આપઘાતમાં વચ્ચે ચાર દિવસનું અંતર હોય એકી બીજા સાથે કનેક્શન હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જેથી પોલીસે સુનિલ તથા રજની પટેલના આપઘાતના કનેક્શન અંગે તપાસ શરૂ કરી છે. જાણવા મળ્યા મુજબ બંને નેતાઓ થોડા દિવસ પહેલા ફરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા બાદ બંને આત્મહત્યા કરી લેતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

Most Popular

To Top