વડોદરા તા.4
વડોદરા જિલ્લાના કરજણ ટાઉનમાં એસઓજી પોલીસે રેડ કરીને રૂ.2.06 લાખના એમડી ડ્રગ્સ સાથે રીઢા આરોપીઓ સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા હતા.
વડોદરા જિલ્લાના મીંઢોળ તથા વરણામા ગામમાં ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે રેડ કરીને લીલા ગાજર ના છોડ તથા સૂકા ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઓપરેશન પરાક્રમ હેઠળ જીલ્લામાં બુટલેગર અને નસીલા પદાર્થનો ગેરકાયદે વેપલો કરતા હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના માટે ગ્રામ્ય એસઓજી પીઆઇ જે.એમ.ચાવડાએ અલગ અલગ ટીમો બનાવીને ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે ચાલતા ધંધા પર કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જે અંતર્ગત એસઓજી પોલીસની ટીમ 3 સપ્ટેમ્બર ના રોજ કરજણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે પાલેજ ગામનો મુબારક ફારૂક લાંગીયા તથા તેની સાથે સીરાજ નામના શખ્સ એમ.ડી. ડ્રગ્સ લઇને કરજણ ખાતે શ્રીરંગ રેસીડન્સી રાજપુત સમાજની વાડી પાસે રહેતા મયુરસિંહ ભુપેન્દ્રસિંહ ગોહિલના રહેણાંક મકાન પર ડ્રગ્સ વેચવા આવ્યા છે. જેથી પોલીસે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. ત્યારે એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે શફિમહંમદ ઉર્ફે કાળુ ઇબ્રાહિમ દિવાન (રહે. સંતોષનગર, જલારામનગર, નવા બજાર, કરજણ, તા.કરજણ)ને વેચાણ આપ્યો છે. સીરાજ યુસુફઅલી સનવી ( મુળ રહે. કલમગામ, સરકારી શાળા પાછળ તા.વાગરા, જિ.ભરૂચ હાલ રહે.ખુરશીદ પાર્ક, શેરપુરા, તા.જિ.ભરૂચ) અને મુબારક ફારૂકભાઇ લાંગીયા( મુળ રહે. ટંકારીયા, લહેરી ફળીયુ, તા.જિ.ભરૂચ હાલ રહે. ધનજીશા જીન, બેંક ઓફ બરોડા પાસે, પાલેજ, તા.જિ.ભરૂચ), શફિમહંમદ ઉર્ફે કાળુ ઇબ્રાહિમ દિવાન (રહે. સંતોષનગર, જલારામનગર, નવા બજાર, કરજણ, તા.કરજણ, જી.વડોદરા) અને મયુરસિંહ ભુપેન્દ્રસિંહ ગોહિલ (રહે. શ્રી રંગ રેસીડન્સી, રાજપુત સમાજની વાડી પાસે, તા.કરજણ, જિ.વડોદરા)ને ઝડપી પાડ્યા હતા.જ્યાંરે કુર્બુદિન (રહે.રાજસ્થાન)ને વોન્ટેડ જાહેર કર્યો છે. એસઓજી પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ વજન- 30.67 ગ્રામ રૂ.2.06 લાખ, ટુ વ્હિલર 2 રૂ.80 હજાર, 4 મોબાઇલ રૂ.20 હજાર અને રોકડા રૂપિયા 23 હજાર મળી રૂ. 3.30 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.