Vadodara

વડોદરા કમિશ્નર ઈલેવનનું ક્વાર્ટર ફાઇનલમાં વિજયી પ્રદર્શન

રાજકોટ ઈલેવનને 100 રન પર સમેટી મજબૂત જીત નોંધાવી

વડોદરા કમિશ્નર ઈલેવનને ક્વાર્ટર ફાઇનલમાં રાજકોટ ઇલેવન સામે 38 રનની શાનદાર જીત મેળવી છે. વડોદરા ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 138 રન બનાવ્યા હતા, જ્યારે રાજકોટ ઇલેવન માત્ર 100 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

વડોદરા કમિશ્નર ઈલેવનના પ્રદિપ ગામિત આ મેચના હીરો રહ્યા. તેમણે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરીને 3 વિકેટ ઝડપી અને રાજકોટ ટીમને ઓલ આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.

વડોદરાની બેટિંગ લાઈનમાં કૃણાલ સોલંકી અને શિવાંગ ત્રિવેદી તગડા પ્રદર્શન સાથે મેદાનમાં આવ્યા. કૃણાલે 31 રન બનાવ્યા, જ્યારે શિવાંગ ત્રિવેદીએ 24 રનનો યોગદાન આપ્યું. આ રન વડોદરાને મજબૂત સ્કોર તરફ લઈ ગયા.

138 રનના લક્ષ્યને પહોંચી વળવા રાજકોટ ઇલેવન મેદાનમાં ઉતરી હતી, પરંતુ શરૂઆતથી જ ટીમને સતત ઝટકા લાગ્યા. વડોદરાના બોલરો સામે રાજકોટનો કોઈ પણ બેટ્સમેન ટકી શક્યો નહીં અને આખી ટીમ માત્ર 100 રન પર ઓલઆઉટ થઈ ગઈ.

Most Popular

To Top