વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ સ્થિત ઝૂ ખાતે પક્ષીઓ અને નાના પ્રાણીઓની સારવાર માટે ગેસ એનેસ્થેસિયા મશીન, ઇલેક્ટ્રો કોટરી મશીન, ઇન્ક્યુબેશન કીટ અને એડવાન્સ ક્વોટરી સિસ્ટમ વીથ વેસલ સીલર સહિતની અત્યાધુનિક મશીનરીનું 5 લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ સ્થિત ઝૂ ખાતે પક્ષીઓ અને નાના પ્રાણીઓની સારવાર માટે આધુનિક સાધનોનું લોકાર્પણ થયું છે. ગેસ એનેસ્થેસિયા મશીન, ઇલેક્ટ્રો કોટરી મશીન અને અન્ય સંલગ્ન સાધનોની ખરીદી 5 લાખના ખર્ચે કરવામાં આવી છે. આ સાધનો દ્વારા નાના પક્ષીથી માંડીને 100 કિલો વજન ધરાવતા પ્રાણીની સર્જરી કરી શકાશે.

આ મશીનરીમાં ગેસ એનેસ્થેસિયા મશીન દ્વારા પ્રાણીઓને જરૂર પૂરતો ગેસ આપી સર્જરી દરમિયાન સલામતી જળવાઈ રહેશે. આગળ, બચ્ચાઓ માટે ઇન્ક્યુબેશન કીટ અને એડવાન્સ ક્વોટરી સિસ્ટમ વીથ વેસલ સીલર પણ લેવામાં આવી છે, જે હેમરેજ અને બ્લીડીંગ કન્ટ્રોલમાં મદદરૂપ થશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઇડલાઇન મુજબ ઝૂ વેટ વેટરીનરી હોસ્પિટલમાં ઇન્ક્યુબેટર, બ્રુડર અને મેટીંગ સવિધા પણ રાખવામાં આવી છે.


અત્યાર સુધી હોસ્પિટલમાં સર્જરીના સાધનો બીજા શહેરની સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા, જેમાં સર્જરી દરમિયાન પ્રાણીઓને એનેસ્થેસીયા ઇન્જેક્શન આપવામાં આવતું હતું. આમાં વારંવાર પ્રાણી સર્જરી દરમિયાન ભાનમાં આવી જતા હતા અને ક્યારેક તો તબીબ પર હુમલો પણ કરતા હતા. હવે ગેસ એનેસ્થેસિયા મશીન દ્વારા સર્જરી સુરક્ષિત અને અસરકારક રીતે થઈ શકશે. આ મશીનરી મેયરની ગ્રાન્ટમાંથી લાવવામાં આવી છે. હવે એક્સ-રે અને સોનોગ્રાફી માટેની મશીનરી પણ લાવવાની યોજના છે.