Vadodara

વડોદરા : કમાટીબાગમાં આવેલા ખોડલપાર્ક કોર્પોરેશન પ્રા.લિ.ના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

પોલીસ પરવાનગી, એનઓસી તથા લાયસન્સ નહી હોવાનું ચેકિંગમાં બહાર આવ્યું.

રાજકોટ ગેમઝોન ખાતે સર્જાયેલી ગોઝારની ઘટનાનું વડોદરામાં પુનરાવર્તન ન થાય માટે પોલીસ અને પાલિકાના અધિકારીઓ દ્વારા ગેમિંગ જોનમાં ચેકિંગ કરાઇ રહ્યું છે. ત્યારે એનઓસી લાયસન્સ તથા પોલીસ પરવાનગી નહી ધરાવતા કમાટીબાગમાં ખોડલપાર્ક કોર્પો. પ્રા.લિ.ના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

તાજેતરમાં રાજકોટ ખાતે ગેમિંગઝોનમાં આગ લાગવાની અત્યંત દયનીય ઘટનાના પગલે રાજ્યના વિવિધ શહેરોમાં ચાલી રહેલા ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક સહિત આનંદ પ્રમોદના જાહેર સ્થળ બંધ કરવાન આદેશ સરકાર કરાયા હતા. જેથી પોલીસ તથા કોર્પોરેશનના તંત્રને આવા ગેમિંગ ઝોનમાં ચેકિંગ કરવા માટે સુચના  પણ કરાઇ હતી. જેના પગલે મહાનગર પાલીકા વિસ્તારમાં આવેલા ગેમઝોન એમ્યુઝમેંટ પાર્કસ ફન પાર્કસ સહિતના જાહેર સ્થળો પર આગ સહિતની આકસ્મિક ઘટનાનું પુન: નિર્માણ ન થાય માટે ગેમઝોન એમ્યુઝમેન્ટ પાર્કસ ફન પાર્કર્સ સહિતના સ્થળોના ચેકિંગ કરવા માટે પાલિકાના ચીફ ફાયર ઓફીસર સરકારના અલગ અલગ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા પોલીસના માણસોને સાથેની એક ટીમ બનાવાઇ હતી. આ ટીમ દ્વારા શહેરના જ્યાં ગેમિંગ ઝોન ચાલુ હોય ત્યાં ચકાસણી કરાઇ રહી છે. ત્યારે કમાટીબાગમાં આવેલા ખોડલપાર્ક કોર્પો.પ્રા.લિ. ગેમઝોન ખાતે ચેકિંગ કરાયું હતું. ત્યારે તેના સંચાલક અને મેનેજર હિમાંશુકુમાર સંશીકાંત સોની પાસે એનઓસી તથા  ગેમઝોન માટે પોલીસ  વિભાગ પાસેથી કોઇ પરવાનીગ કે લાયસન્સ પણ મેળવ્યું ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સંચાલકે લાયસન્સ કે પરવાનગી નહી લઈ ગેમઝોનમાં આવતા લોકોની મહામૂલી જિંદગી સાથે ચેડા કર્યા હતા. જેથી લોકોની જિંદગી સામે જોખમ ઉભુ કરનાર અને બેદરકારી  દાખવનાર ખોડલપાર્ક કોર્પો. પ્રા. લી. ગેમઝોનના સંચાલક અને મેનેજર હિમાંશુ સોની સામે ઈપીકો કલમ 336 તથા જી.પી. એક્ટ કલમ 33(W) 131 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top