Vadodara

વડોદરા : કમાટીબાગના ગેટ પર નાગરાજ લટાર મારવા નીકળ્યા

વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા ચાલુ વરસાદમાં રેસ્ક્યુ

( પ્રતિનિધિ ) વડોદરા,તા.4

વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ઘણા સમયથી રેસિડેન્સિયલ વિસ્તારોમાં મગરો અને સરિસૃપો આવી જતા હોવાની ઘટના સામે આવી રહી છે. તેવામાં શનિવારે મોડી રાત્રે કમાટીબાગના ગેટ પર કોબ્રા સાપ અડિંગો જમાવીને બેઠો હોવાની જાણ થતાં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલીએન્ટર સ્થળ પર પહોંચ્યા હતા અને ચાલુ વરસાદમાં કોબ્રા સાપનું રેસ્ક્યુ કરી વમવિભાગને સહી સલામત સોંપવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી રહેણાંક વિસ્તારોમાં સાપ અને મગર આવી જતા હોવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. જે આજે પણ યથાવત જોવા મળ્યા છે. અગાઉ લોકોના ઘર આંગણે સોસાયટીઓમાં જાહેર માર્ગો ઉપર ઘરોમાં જેલમાં પણ મગર અને સાપ આવી ગયા હતા.

શનિવારે મોડી રાત્રે 11 કલાકની આસપાસ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર ઉપર કોલ આવ્યો હતો કે, કમાટીબાગના ગેટની ઉપર સાપ આવી ગયો છે જે માહિતીને આધારે તેઓએ પોતાના સંસ્થાના વોલી એન્ટર ફરદીન ( અજ્જુ ) પઠાણને સ્થળ પર મોકલ્યા હતા. જ્યાં તપાસ કરતા ગેટની ઉપર કોબ્રા સાપ જોવા મળ્યો હતો. જેનું ચાલુ વરસાદમાં રેસ્ક્યુ કરી સહી સલામત વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

Most Popular

To Top