નેશનલ હાઇવે 48 પાસે આવેલી ચોકડી પાસેની મેરીલેન્ડ હોટલના ચોથા માળે ચાલતા જૂગાર પર પીસીબી પોલીસે દરોડો પાડયો હતો. જેમાં હોટલના રૂમમાંથી આઠ ખેલી ઝડપાઈ ગયા હતા. રોકડ રકમ, આઠ મોબાઇલ અને ચાર વાહનો મળી રૂપિયા 5.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વડોદરા શહેર વિસ્તારમાં ગેરકાયદે જુગાર ધામ તથા દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોય તેને ઝડપી પાડવા માટે પીસીબી પોલીસની ટીમ 25 ઓગસ્ટના રોજ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી અને ફરતા ફરતા નેશનલ હાઇવે 48 પર કપુરાઈ ચોકડી ચેક પોસ્ટ પાસે પહોચી હતી. ત્યારે બાતમી મળી હતી કે પ્રદિપ બારોટ કપુરાઈ ચોકડીથી વાધોડીયા ચોકડી તરફ જતા હોટલ મેરીલેન્ડના ચોથા માળે રૂમ નંબર 11 બુક કરાવ્યો છે. જેના અન્ય જુગારીઓને બોલાવી જુગાર રમે છે. જેના આધારે પીસીબીને ટીમે હોટલ મેરીલેન્ડમાં રેડ કરી હતી ત્યારે હોટલના રૂમમાંથી 8 ખેલી ઝડપાઈ ગયા હતા. પીસીબી પોલીસે જુગારીઓની અંગઝડતી કરતા તથા દાવ પર લાગેલી રોકડ રકમ 45 હજાર, 8 મોબાઈલ રૂ. 55 હજાર અને ચાર વાહનો રૂ.4.10 લાખ સહિત રૂ.5.53 લાખનો મુદ્દામાલ કબજે કરી કપુરાઇ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો છે.
ઝડપાયેલા જુગારીના નામ સરનામા
- પ્રદિપકુમાર પ્રતાપસિંહ બારોટ (રહે. વૈકુઠ સોસાયટી, વાધોડીયા રોડ વડોદરા)
- સંજયભાઈ ભગવાનજી ભીલોડીયા (રહે. સ્યામલ કાઉન્ટી ગાયત્રી મંદીરની સામે વાધોડીયા રોડ તા.જી. વડોદરા)
- નિલેશ જયંતીભાઈ પટેલ (રહે. વૈકુઠ સોસાયટી વાધોડીયા રોડ, વડોદરા)
- પરેશકુમાર ઉપાધ્યાય (રહે.મહાલક્ષ્મી સોસાયટી વાલમ હોલની બાજુમાં હરણી ગામ)
- મયુરસિંહ શિવરાજસિંહ રાજપુત (રહે. વડોદરા શહેર)
- હીમાંશુ મુકુંદભાઈ શાહ (રહએ. વૈકુઠ સોસાયટી વાધોડીયા રોડ, વડોદરા)
- અરવિંદભાઈ નગીનભાઈ રાજપુત (રહે. એકતાનગર જૂના બાપોદ જકાતનાકા પાસે વાધોડીયા રોડ વડોદરા)
- હરેન્દ્ર શાંતીલાલ પટેલ ( રહે. વૈકુંઠ સોસાયટી વાધોડીયા રોડ વડોદરા)