Vadodara

વડોદરા: કંબોડિયામાં બંધક યુવકને ત્રાસના છેડા વડોદરામાં નીકળ્યા, એનઆઇએ દ્વારા તપાસ

મનીષ હિંગુ નામના વ્યક્તિને ડીટેઇન કરી પૂછપરછ શરૂ કરાઈ
ઓરિસ્સાના વ્યક્તિએ વિયેતનામ મોકલવાના બહાને કંબોડિયામાં બંધક બનાવ્યો હોવાની ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી

વડોદરા: લોકોને ચીન સહિતના અન્ય દેશોમાં નોકરીના બહાને મોકલ્યા બાદ તેમની પાસેથી રૂપિયા પડાવવામા પડાવવામાં આવતા હતા. પરંતુ જો કોઈ રૂપિયા આપવાનો ઇનકાર કરે તો તેમને કંબોડિયા ખાતે બંધક બનાવી અસહય ગુજારાતો હતો. જેની ફરિયાદ મળતા એનઆઈએ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુભાનપુરા વિસ્તારમાં યુઇએસની ઓફિસમાં રેડ કરી એક વ્યક્તિને ડીટેઇન કરીને તેની પૂછપરછ શરૂ કરી છે.
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા યુઇએસ કંપનીમાંથી ઓરિસ્સા ખાતે રહેતા દિનબંધુ સાહુ નામના વ્યક્તિને સુભાનપુરા વિસ્તારમાં આવેલી યુઈએસ નામની ઓફિસમાંથી વિયેતનામ ખાતે જોબ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યાંથી દિનબંધુ સહુને કંબોડિયા ખાતે નોકરી અપાવવાના બહાને બોલાવ્યા બાદ ત્યાં બંધક બનાવી દેવામાં આવ્યો હતો. જેથી આજરોજ સોમવારે એન આઈ એ ની ટીમ સહિત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુભાનપુરા વિસ્તારમાં આવેલા યુઈએસ કંપનીની ઓફિસમાં દરોડો પાડવામાં આવ્યો હતો‌ અને ઓફિસમાંથી મનીષ હિંગુ નામના વ્યક્તિની પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓફિસમાંથી લોકોને નોકરી અપાવવાના બહાને વિયેત નામ પાકિસ્તાન અને ચીન ખાતે મોકલવામાં આવતા હતા. ત્યાં તેઓને કોલ સેન્ટર જેવી જગ્યા પર નોકરી પર રાખ્યા બાદ તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હતા. જો કોઈપણ વ્યક્તિ રૂપિયા ન આપે તો તેમને કંબોડિયા ખાતે લઈ જઈ બંધક બનાવી ત્રાસ ગુજારવામાં આવતો હતો. જેની એક વ્યક્તિ દિનબંધુ શાહુ દ્વારા યુઈએસ કંપનીના સંચાલક સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. એન આઇ એ દ્વારા અન્ય શહેરોમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.

Most Popular

To Top