Vadodara

વડોદરા : કંડારી પાસે રોડ પર પટકાયેલી યુવતીના માથા પર ટ્રકના પૈડા ફરી વળતા મોત


વાઘોડિયા ચોકડીથી બે બહેનો પરત ભરૂચ જઇ રહી ત્યારે મોપેડને ટ્રક ચાલકે ટક્કર મારી

અન્ય ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે કરજણના સરકારી દવાખાને ખસેડાઇ અન્ય યુવતીને ઇજાઓ થતા

પ્રતિનિધિ વડોદરા તા.23
વાઘોડિયા ચોકડથી કાકા મોટાની બે બહેનો નેશનલ હાઇવે 48 પરથી મોપેડ પર પરત ભરૂચની શ્રવણ ચોકડી ખાતે તેમના ઘરે જઇ રહી હતી. ત્યારે કંડારી ગામ પાસે વાહન ચાલકે પાછળથી મોપેડને ટક્કર મારતા બે બહેનો રોડ પર પટકાઇ હતી. પાછળ આવતી ટ્રકના પૈડા ફરી વળતા એક બેહનનું માથું છુદાઇ જતા ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બહેને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાઇ હતા. 19 વર્ષીય યુવતીની લાશને પીએમ માટે કરજણના સરકારી દવાખાને ખસેડાઇ હતી. ટક્કર મારનાર ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હોય તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
ભરૂચમાં આવેલી શ્રવણ ચોકડી પાસે આવેલી શિવમ સોસાયટીમાં રહેતા પ્રાચી ઘનશ્યામભાઇ પટેલના કાકા દેવેન્દ્રભાઇ કનુભાઇ પટેલની દીકરી નેન્સી પટેલ (ઉં.વ.19) ફરિયાદ નોંધાવી છે કે 22 ઓગષ્ટના રોજ તેની મોપેડ પર વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા આઇ એસ બ્યુટી પાર્લરના ક્લાસીસમાં આવી હતી. જેથી પ્રાચી પટેલ નન્સી પટેલને ફોન કરી તેની સાથે ઘરે આવવાનું છે તેમ જણાવ્યું હતું. થોડી વાર પછી નન્સી પ્રાંચીને લેવા માટે વાઘોડિયા ચોકડી પાસે પહોંચી હતી. ત્યારે પ્રાચી પટેલે મોપેડ ચલાવ્યું હતું જ્યારે નેન્સી પટેલ પાછળ બેઠી હતી. બંને બામણગામ ક્રોસ કરીને નેશનલ હાઇવે 48 પર કંડારી ગામ પાસે નવા બ્રિજના સર્વિસ રોડ પરથી જતા હતા. તે દરમિયાન પાછળથી ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારી હતી. જેથી બંને બહેનો રોડ પર પટકાઇ હતી અને પાછળથી આવતી ટ્રકના પૈડા નેન્સી પટેલના માથા પર ફરી વળ્યાં હતા જેમાં આખું માથુ છુદાઇ જતા નેન્સી પટેલનું ઘટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યું હતું. પ્રાંચી પટેલને પણ ઇજાઓ પહોંચી હોય 108 એમ્બ્યુલન્સમાં બેસાડી સારવાર માટે કરજણના સરકારી દવાખાના ખસેડાઇ હતા. નેન્સી પટેલના મૃતદેહનું કરજણ સરકારી દવાખાનામાં પીએમ કરાવાયું હતું. જ્યારે અકસ્માત કરનાર ચાલક વાહન લઇને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જેથી પ્રાંચી પટેલે કરજણ પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top