વડોદરા તારીખ 2
ઓલ્ડ પાદરા રોડ પર આવેલી કપડાની દુકાનને તસ્કરે નિશાન બનાવી હતી. મોડી રાત્રે મોઢા પર રૂમાલ બાંધીને ચોર દુકાનમાં પ્રવેશ્યો હતો ત્યારબાદ ગલ્લામાં ચેક કર્યા બાદ એક સફેદ કલરના થેલામાં સામાન ભરીને બહાર નીકળી એકટીવા પર બેસીને ફરાર થઈ જતા કેમેરામાં કેદ થઈ ગયો હતો. સવારે વેપારી દુકાને ખોલવા જતા ચોરી થઈ હોવાની જાણ થતા તેઓએ પોલીસ ફરિયાદની કાર્યવાહી શરૂ કરી છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં તસ્કરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જ્યાં મકાન, દુકાન કે મંદિર બંધ દેખાય ત્યાં કોઈપણ જાતની રાહ જોયા વિના હાથ ફેરો કરીને નીકળી જતા હોય છે. ત્યારે ઓલ્ડ પાદરા રોડ પર મોપેડ પર તસ્કર મોડી રાત્રિના સમયે ચોરી કરવા માટે આવ્યો હતો અને મિસ્ટર પરફેક્ટ નામની કપડાની દુકાનનું તાળું તોડીને અંદર પ્રવેશ્યો હતો અને ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. બીજા દિવસે સવારે વેપારી રાબેતા મુજબ દુકાન ખોલવા માટે આવ્યા હતા. તે દરમિયાન ચોરી થઈ થઈ હોવાની જાણ થઈ હતી. જેથી વેપારીએ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ત્યારે એક ચોર મોઢા પર રૂમાલ બાંધીને દુકાનમાં પ્રવેશતો જણાયો હતો ત્યારબાદ તેણે ડ્રોવરમાં પણ તપસ્યા હતા તપાસ કર્યા બાદ એક સફેદ કલરના થેલામાં ચોર સામાન ભરીને બહાર નીકળ્યો હતો અને કાળા કલરની એકટીવા પર બેસીને રફૂ ચક્કર થઈ ગયો હતો. જેથી વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવાની કાર્યવાહી શરૂ કરી છે.
