વડોદરા શહેરના ઓપી રોડ પર આવેલી બેંકમાંથી દંપતી સહિત ત્રણ લોકો દ્વારા વિવિધ પ્રકારે લોન લીધી હતી. જેના વ્યાજ સહિતની રકમ વર્ષ 2013થી 2024 સુધીમાં રૂ. 4.52 કરોડ બેન્કમાં પરત નહી ચૂકવીને છેતરપિંડી આચરી હતી. બેંકમાં મોર્ગેજ મુકેલા મકાનોના પણ જાણ બહાર બારોબર રજીસ્ટ્રી વેચાણ દસ્તાવેજ કરી નાખ્યો હતો. જેથી આસિસ્ટન્ટ મેનેજરે દંપતી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
મૂળ હૈદરાબાદના દર્શન રાજન આસર હાલમાં વડોદરા શહેરના અકોટા રોડ ઉપર આવેલી શ્રીનાથ એવન્યુમાં ભાડાના મકાનમાં રહે છે. ઓપી રોડ પર સાંઇવીલા એપાર્ટમેન્ટમાં રહેતા મનિષ રાજેશ પંડીત તેની પત્ની રીટા પંડીત નામે વર્ષ 2013માં તેમની ઓલ્ડ પાદરા રોડની કર્ણાટકા બેંકની શાખામાથી રૂ. 80 લાખની ટર્મ લોન લીધી હતી. જેના હપ્તા સમયર નહી ભરતા 17 માર્ચ 2024 સુધીમાં રૂ.1.25 કરોડ બાકી છે. તેવી જ મનિષ રાજેશ પંડીત પણ પોતાની મેસર્સ આયુસ એસેટ્સ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચરના નામે વર્ષ 2015 માં તેમની બેંકમાથી રૂ 8.10 કરોડની ટર્મ લોન લીધી હતી. જેના રૂપિયા પણ નહિ ભરતા રૂ. 2.71 કરોડ ચુકવવાના બાકી છે. ઉપરાંત મનિષ રાજેશ પંડીતએ સને 2018માં તેના નામે રૂ.21 લાખની લોન લીધી હતી. પરંતુ તેના હપ્તા પણ ન ભર્યા હોય ત્રણેય લોનના મીને રૂ.4.52 કરોડ બેંકમાં ચુકવતા ન હતા. મનિશ પંડીતે તથા તેની પત્ની રીટા પંડીતના કુમુ તરીકે તથા તેના ભાઈ સુનીલ રાજેશ પંડીતે લોનમાં મોર્ગેજ કરેલા ફલેટો બેંકમાં મોર્ગેજ કર્યા પછી બેન્ક જાણ બહાર બારોબારો અલગ અલગ વ્યક્તિઓને રજીસ્ટર વેચાણ બાનાખત તથા દસ્તાવેજ કરી આપી બેંક સાથે છેતરપિંડી કરી હતી. જેથી આસિસ્ટન્ટન્ટ મેનેજરે ત્રણ લોકો વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ અકોટા પોલીલ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.