સારું એવું રિટર્ન મળશે તેવી લાલચ આપી લાખોમાં નવડાવ્યા, સેબી SEBI નું સર્ટિફિકેટ પણ બોગસ પધરાવ્યું
અમારા કહ્યા મુજબ નહીં કરો તો ટેક્સ સંબંધીત ઇન્કવાયરી થશે તેવી ઠગોની ધમકી
પ્રતિનિધિ વડોદરા તા. 30
ઓનલાઇન અલગ અલગ સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગોએ કરેલીબાગ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીના ડેપ્યુટી મેનેજર પાસેથી રુ.18.92 લાખ પડાવી લીધા હતા. શરૂઆતમાં રોકાણ કરેલા રૂપિયાનું સારું એવું વળતર ચૂકવી વિશ્વાસ કેળવ્યો હતો. રોકાણ કરેલા રૂપિયાના પ્રોફિટ સહિત એપ્લિકેશનમાં મસ મોટી રકમ બતાવતી હોય તેમાંથી 10.50 લાખ ઉપાડવા કહેતા ઉપાડી આપ્યા ન હતા. જેથી શક જતા રોકાણ કરેલા રૂપિયાનું પ્રૂફ માંગતા sebi નું આપેલું સર્ટિફિકેટ પણ બોગસ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ડેપ્યુટી મેનેજરે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા ભાર્ગવ મનહરભાઈ પટેલ ખાનગી બેન્કમાં ડેપ્યુટી મેનેજર તરીકે કામ કરે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત જાન્યુઆરી-2024 અંતમાં હું મારા ફેસબુક પર સર્ફિંગ કરતો હતો ત્યારે ઈન્વેસ્ટમેન્ટ માટેની લીંક પર ક્લિક કરતા એક વોટસઅપ ગ્રુપ પર એડ થઈ ગયો હતો. આ વોટસઅપ વોટસઅપ પર મીરા નામ બતાવે છે જેમાં એક છોકરીનો પ્રોફાઇલ ફોટો છે. આ ગ્રુપમા ટ્રેડિંગ માટે સ્ટોક ક્યારે લેવા અને વેચવા તેની માહિતી બતાવતી હતી. તેમજ માર્ક બિલસનના નામથી અન્ય સ્ટોકના રિચર્સ અને આઈ.પી.ઓ ખરીદવા માટે માહિતી આપતા હતા. ગ્રુપમાં અલગ અલગ લોકો પોતાને થયેલા પ્રોફિટના ફોટાઓ મૂકતા હતા. જેમાં માતબર રકમનું રિટર્ન મળવાનું બતાવતા હતા. જેથી મને વિશ્વાસ આવતા https://www.ss equitrade.com હતી જેના પર ક્લીક કરતા એક વે બસાઇટ ખુલી હતી જેમા મારા મોબાઇલ નંબર રજિસ્ટર કરી લોગીન કર્યું હતું. આ એપ્લિકેશનમાં સ્ટોકનો રિયલ ટાઇમ ભાવ દેખાડવામાં આવતો તેમજ આ -Meera અને Mark Bilson વોટ્સએપ મારફને આ એપ્લિકેશનમાં સ્ટોક સજેસ્ટ કરતા હતા. જેથી મે શરૂઆતમાં રોકાણ કરેલા રૂપિયાનું એક દિવસમાં ૧૦ થી ૧૨ ટકા રિટર્ન મળતું હતું. જેથી મે વધુ રૂપિયાનું રોકાણ કરતાં એપમાં પ્રોફિટ સાથે 1.48 લાખ બતાવતા હતા.ત્યારબાદ એપ્લિકેશન ઉપર મને આર.કે સ્વામી લિમિટેડ નો આઇપીઓ માટે સબસ્ક્રાઇબ કરશો તો મને વધુ રિટર્ન મળશે તેથી ખાતરી આપી હતી. માર્ક બીલ્સન અને મીરાએ વોટ્સ એપ મારફતે એપ્લિકેશનમાં અલગ અલગ કંપનીના IPO ખરીદવા તેઓએ આપેલા બેંક એકાઉન્ટમાં લ રૂ.18.92 લાખનુ રોકાણ કર્યું હતું.જેના પ્રોફિટ સાથેના રૂપિયા 69,11,732,54,179 રૂપિયા બતાવતા હતા. આ રૂપિયા અમોએ આ વેબસાઇટ ઉપરથી 10.50 લાખ ઉપાડવા માટે કોશિશ કરી હતી. પરંતુ વિડ્રો કરવા દીધા ન હતા. જેથી મને શંકા જતા મે તેઓની પાસે મારા રોકાણ કરેલા રૂપિયાનું પ્રૂફ માગતા તેઓએ SEBI નું સર્ટિફિકેટ મોકલ્યું હતું. જે ઓનલાઈન SEBIની વેબસાઇટ ઉપર વેરીફાય કરતા બનાવટી હોવાનુ જાણવા મળ્યું હતું. ઠગોએ હજુ પણ અમારા દેખાતા નાણા પરત આપવાની જગ્યાએ વધુ નાણા પડાવવાનો પ્રયત્ન કર્યો હતો તેમજ વધારે પૈસા માટે દબાણ કરવા લાગ્યા હતા અને રૂપિયા વિડ્રો નહીં થાય તેવું મને જણાવ્યું હતું. ઉપરાંત તેમના જણાવ્યા મુજબ નહિ કરું તો મારે ટેક્સ સંબંધિત ઇન્કવાયરી આવશે તેવી ધમકી પણ આપી હતી. આમ ઠગોએ સ્ટોકમાં રોકાણ કરવાના બહાને ₹18.92 લાખ ઓનલાઈન ભરાવડાવી નાણા પરત નહી કરી છેતરપિંડી આચરી છે.