Vadodara

વડોદરા :  ઓનલાઇન પાર્ટ ટાઇમ જોબ આપવાના બહાને રૂ.6.93 લાખ પડાવનાર ઠગ ઝડપાયો

સાઇબર ક્રાઇમ પોલીસે સુરત ખાતે પહોંચી આરોપીને દબોચી લીધો

શરૂઆતમાં ટાસ્ક પૂરા કરવાના રૂપિયા સમયસર ચૂકવી વિશ્વાસ કેળવ્યો.

ઓનલાઇન પાર્ટ ટાઇમ જોબ આપવાના બહાને અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરીને રૂપિયા કમાવાની લાલચ આપીને 6.96 લાખ વિવિધ ખાતામાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. ત્યારબાદ આ કમિશન સાથેની રકમ પરત નહી આપીને ઠગાઇ કરનાર આરોપીને સાઇબર ક્રાઇમ પોલીસે સુરતમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.   

વડોદરા શહેરના કારાલીબાગ વિસ્તારમાં રહેતા આશિકા રાજેશ્વર માંડવકરના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં ઓનલાઇન પાર્ટટાઇમ વર્ક માણસો શોધીએ છીએ તેમ જણાવ્યું હતું. જેથી તેઓએ લાલચમાં આવીને ઓનલાઇન કામ કરવાન તૈયારી બતાવી હતી. જેમાં તેમનું શોસિયલ મીડિયા પર આઇડી બનાવી આપીને ગુગલ પર રિવ્યુ આપવાના ટાસ્કા આપ્યા હતા. જેમાં શરૂઆતમાં ટાસ્કના બદલામાં તેમને વળતર ચૂકવવામાં આવ્યું હતું જેથી તેમને તેમના પર વિશ્વાસ આવી ગયો હતો.  ત્યારબાદ ભેજાબાજોએ પ્રીમિયમ ટાસ્ક આપવાના  બહાને તેમની પાસેથી 6.93 લાખ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા.  ટાસ્ક પૂર્ણ થઇ ગયા બાદ તેમના રિવોર્ડ સાથેની રકમ ક્રિપ્ટો વોલેટમાં બતાવતી હતી. જેથી તેઓએ ક્રિપ્ટો વોલેટમાંથી રૂપિયા ઉપાડવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ રૂપિયા ઉપાડી શક્યા ન હતા. જેથી તેમના સાથે છેતરપિંડી થઇ હોવાની સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા સાઇબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ હતી. જેમાં આરોપી સુરત ખાતે ખાતે રહેતો હોવાની બાતમી મળતા વેંત સાઇબર ક્રાઇમની ટીમે સુરત ખાતે પહોંચી ગઇ હતી અને ઠગ ચેતન ભરત ભાદાણીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top