Vadodara

વડોદરા: ઓનલાઇન ટ્રેડિંગ બહાને ક્રૂડ ઓઇલ ખરીદ કરાવડાવી ઠગે મહિલાને રૂપિયા એક લાખનો ચૂનો ચોપડયો

ઇન્વેસ્ટ કરેલા 1.20 લાખ પ્રોફિટ સહિત 3.30 લાખ વેબસાઈટમાં બતાવતા હોય મહિલાને વિશ્વાસ આવ્યો

ઉપાડવા જતા માત્ર રુ. 20 હજાર જ ખાતામાં ક્રેડિટ થયા, એક લાખ અત્યાર સુધી પરત નહીં આપી છેતરપિંડી

પ્રતિનિધિ વડોદરા તા.13
સાયબર માફિયા દ્વારા દિવસ અને દિવસે વધુ લોકોને ઠગવામાં આવી રહ્યા છે. ત્યારે બિલ કલાલી રોડ પર રહેતી વધુ મહિલા સાથે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન ટ્રેડિંગ કરશો તો સારું એવુ વળતર મળશે તેવી લાલચ આપીને મહિલા પાસે રુ. 1.20 લાખનું ક્રૂડ ઓઇલખરીદ કરાવ્યું હતું. વળતર સાથે વેબસાઈટમાં 3.30 લાખ બતાવતા હોય મહિલાએ રૂપિયા ઉપાડતા માત્ર 20 હજાર જ ખાતામાં આવ્યા હતા.જ્યારે બાકીના એક લાખ અત્યાર સુધી પરત નહિ આપીને મહિલા સાથે છેતરપિંડી આચરતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરાના કલાલી બિલ રોડ ઉપર અનંત સ્વાગતમ સોસાયટીમાં રહેતા સ્મીતાબેન સંદિપ સુર્વે મુંબઈ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 15 ડિસેમ્બર 2023 ના રોજ મહિલા ગુગલ પર સર્ફિંગ કરી રહી હતી તે દરમિયાન ટ્રેડિંગ માટેની એક એડવર્ટાઇઝ લિંક સાથે આવી હતી. તેથી મહિલાએ લિંક પર ક્લિક કરતા એક ફોર્મ ખૂલ્યું હતું જેમાં તેઓએ મોબાઈલ નંબર તથા નામ લખી તે માહીતી સબમીટ કરી હતી. ત્યારબાદ મહિલાને અજાણ્યા મોબાઈલ નંબ૨ પરથી ફોન આવ્યો હતો. જેમાં તેણે ટ્રેડ ન કંપનીમાથી બોલે છે તમને ટ્રેડિંગની માહીતી આપવા માટે અન્ય વ્યક્તિ ફોન કરશે. જેઓ આગળ કઈ રીતે ટ્રેડિંગ કરવાનુ તેના માટે માર્ગદર્શન આપશે. દરમિયાન એક વોટસઅપ કોલ આવ્યો હતો જેમાં તેણે સામેવાળા વ્યક્તિએ સમીર તરીકેની ઓળખ આપી હતી અને તેઓ ટ્રેડન કંપનીમાં ફાયનાન્સ એડવાઇઝ૨ હોવાનું કહ્યું હતું. તેઓએ તેમને ટ્રેડિંગ તથા ઈનવેસ્ટ કરી રીતે કરવાનું કહી લિંક ખોલી તેમાં પાસવર્ડ બનાવીને લોગીન કરી આપ્યું હતું. તેમા ટ્રેડીંગની માહિતી હોય ટ્રેડીંગ કરવા રજીસ્ટ્રેશન માટે ટ્રેડન સાઈટ પર રુ. 500 ટ્રાન્સફર કર્યા હતા. વેબસાઈટ ઉપર રીયલ ટાઈમ ટ્રેડીંગ ડેટા બનાવવાનું કામ હોય તેમને વિશ્વાસ આવી ગયો હતો. મહિલાને ફોન ઉપર ટ્રેડિંગ માટેની વધુ માહીતી આપી ટ્રેડીંગ ચાલુ કરવા તેમની પાસે રૂ 12 હજાર માંગણી કરી હતી અને ક્રૂડ ઓઈલનો સ્ટોક ખરીદવા માટે રુ 1.20 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. ઓનલાઇન વેબસાઈટમાં મહિલાના ઇન્વેસ્ટ કરેલા રૂપિયા પ્રોફીટ સાથે સાડા ત્રણ લાખ બતાવતા હતા. જેથી મહિલાએ તેમાંથી રૂપિયા ઉપાડવા માટે સમયને વાત કરી હતી પરંતુ તે યોગ્ય જવાબ આપતો ન હતો. મને તેઓ ઉપર શક જતા મે મારા પ્રોફીટમાથી રકમ ઉપાડવા પ્રયત્ન કર્યો હતો. ત્યારે તેમાંથી માત્ર 20 હજાર મહિલાના ખાતામાં ક્રેડિટ થયા હતા. ત્યારબાદ ફરી રૂપિયા ઉપાડવા પ્રયાસ કરતા સાઇટ બંધ આવતી હતી. જે તે ઠગે મહિલા ઇન્વેસ્ટ કરેલા 1.20 લાખમાંથી માત્ર 20 હજાર પરત કરી 1 લાખ અત્યાર સુધી પરત નહીં કરીને તેમની સાથે છેતરપિંડી થઈ હોય તેઓએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સગાઈની ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top