પ્રતિનિધિ વડોદરા તા.30
31 ડિસેમ્બરને લઇને એસઓજી દ્વારા મોબાઇલ ડ્રગ ટેસ્ટિંગ એનેલાઇઝરથી લોકોનું સ્થળ પર ચેકિંગ કરાઇ રહ્યું છે. શંકાસ્પદ લોકોના સેલિવા સેમ્પલ લઇને ચકાસણી કરાતા નશેડીઓમાં ફફડાટ ફેલાયો છે.
વડોદરા શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે પોલીસ વિભાગ પણ તહેવાર દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ કરાઇ રહ્યું છે.જેને લઇને એસઓજી દ્વારા જુદીજુદી ટીમો બનાવીને વિવિધ જગ્યા મોબાઇલ ડ્રગ ટેસ્ટિંગ એનેલાઇઝર દ્વારા ચેકિંગ કરાઇ રહ્યું છે. જેમાં આ મશીન દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ તથા કર્યુ છે તે કયા પ્રકારના ડ્રગ્સનો નશો કર્યો છે તે પણ આ મશીન દ્વારા સ્થળ પર જાણી શકાય છે. એસઓજી દ્વારા મશીન દ્વારા શંકાસ્પદ લોકોના કાર્ટિઝ દ્વારા સેલિવા લઇ ચેકિંગ કરાઇ રહ્યું છે. જેને લઇને નશેડીઓમાં ફફડાટ ફેલાયો છે.