વડોદરા તા.8
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના પ્રથમ માળે આવેલી બારીમાંથી નીચે કૂદી 65 વર્ષીય દર્દીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગત પાંચ તારીખે અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. બી યુનિટ બિલ્ડિંગ માં સારવાર ચાલતી હતી. દરમ્યાન દર્દીએ આજે સવારે અચાનક આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલના તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જો કે દર્દીનો આબાદ બચાવ થવા સાથે ફરી સારવાર શરૂ કરાઈ છે.
વડોદરા શહેરના ખોડિયારનગર ન્યૂ વીઆઇપી રોડ વ્રજધામ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવાર અકસ્માતનો ભોગ બનતા તેમને ઓર્થો બી 1 યુનિટમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓએ સવારે પોતાનો દીકરો ઘરે ગયો હતો તે દરમ્યાન સર્જિકલ બિલ્ડીંગમાં પહેલા માળે સ્પેશિયલ રૂમમાં બારીમાંથી કૂદકો માર્યો હતો. જેના પગલે હોસ્પિટલના તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પરંતુ સદનસીબે દર્દીનો આબાદ બચાવ થયો છે.
ઘટનાના પગલે કોઈ અંદર પ્રવેશી ચકાસણી ન કરે માટે હાલમાં સયાજી હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમને તાળા લગાવી દેવામાં આવ્યા છે. એસી યુનિટ માટે બારીના સળિયા કાપ્યા બાદ પરત વર્ષોથી ફિટ ન કરતા દર્દીને ખુલી બારી ના કારણે દર્દીને કૂદકો માર્યો હતો.