Vadodara

વડોદરા : એલઆઈસી એજન્ટ સાથે રૂ.4.49 કરોડની ઠગાઈ

શેર માર્કેટમાં 2થી 3.50 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો 3થી 5 ટકા વળતર મળશે તેવી લાલચ આપી ઠગ ગ્રાહકે રૂપિયા પડાવ્યા, કોઈ એગ્રીમેન્ટ કરવા માટે વાયદા બતાવતો હોય એલ.આઇ.સી એજન્ટને શંકા જતા રૂપિયા પરત માંગ્યા

વડોદરા તા.10
શેર માર્કેટમાં રૂ. 2 થી 3.50 કરોડનું રોકાણ કરશો તો ત્રણથી પાંચ ટકા જેટલું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપીને એલઆઇસી એજન્ટ પાસેથી ઠગ ગ્રાહકે રૂ.4.49 કરોડ પડાવી લીધા હતા. પરંતુ તેણે કોઈ બાહેધરી કે એગ્રીમેન્ટ આપ્યું ન હોય એલઆઇસી એજન્ટ ને તેના પર શંકા જતા રૂપિયા પરત માંગ્યા હતા. ત્યારે ઠગ ગ્રાહકે હું શેર માર્કેટમાં તમામ રૂપિયા હારી ગયો છું અને હાલમાં મારી પાસે રૂપિયા નથી તેમ કહયુ હતું. ઠગે રોકાણ કરેલા રૂપિયા તથા પાંચ મહિનાનું વળતર નહીં આપતા ઠગ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના બીલ કલાલી રોડ અટલાદરા વિસ્તારમાં આવેલી પુષ્પમ સોસાયટીમાં રહેતા ઇવેન્દ્રસિંહ નારસિંહ ચૌહાણ છેલ્લા આઠ વર્ષથી એલઆઈસી એજન્ટ તરીકે
કામ કરે છે. અંકુરભાઈ પુરાણી એલઆઈસીના કસ્ટમર હોય અવાર નવાર તેઓના ઘરે આવતા હતા તથા બહાર પણ મુલાકાત થતી હતી.

ફેબ્રુઆરી 2023 દરમ્યાન અંકુર પુરાણીના આજવા રોડ પર કમલાનગર તળાવની પાસે આવેલી આશાલતા પાર્ક સોસાયટીના ઘરે ગયા હતા. તે દરમ્યાન અંકુર પુરાણીએ તેમને જણાવ્યુ હતું કે તેઓ શેર માર્કેટનું કામ કરે છે જો તમે શેર માર્કેટમાં રૂપીયા બે કરોડનું રોકાણ કરશો તો તમને દર મહીને 5 ટકા વળતર આપીશ તેમજ જો તમે રૂપીયા 3.50 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 3 ટકા સુધી વળતર આપવાની બાંહેધરી આપી હતી. જેથી એલ.આઇ.સી એજન્ટને અંકુર પુરાણી પર વિશ્વાસ આવી ગયો હતો અને શેર માર્કેટમા રોકાણ કરવા માટે હા પાડી હતી. એલઆઇસી એજન્ટે તેમના ગ્રાહકોને આ સ્કીમ બાબતે ગ્રાહકોએ પણ હાં પાડી હતી.

એલઆઇસી એજન્ટે ગત 1 માર્ચ 2023થી 31 ડિસેમ્બર 2024 સુધી અંકુર પુરાણીને ત્રણ એકાઉન્ટમાથી તથા એડ ઓન તેમજ કેશ દ્વારા અંકુર પુરાણીના એકાઉન્ટમા તથા રોકડ રકમ મળી ટુકડે ટુકડે કરી રૂપીયા 4.49 કરોડ શેર માર્કેટમા રોકાણ કરવા માટે આપ્યા હતા પરંતુ તેણે કોઈ બાહેધરી કે એગ્રીમેટ પણ આપ્યો ન હતો. ત્યારબાદ તેણે બહાર જઈને આવું પછી તમને બાંહેધરી કરી આપીશ તેવા ખોટા વાયદા કર્યા હતા.

એજન્ટને શંકા જતા તેની પાસે વારંવાર રૂપિયાની માંગણી કરતા અંકુર પટેલે હું શેર માર્કેટમાં રૂપિયા હારી ગયો છું જેથી મારી પાસે હાલમાં રૂપિયા નથી તેમ જણાવ્યુ હતું. આમ શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને લીધેલા રૂપિયા 4.49 કરોડ આજદિન સુધી પરત આપ્યા નથી કે ડિસેમ્બર 2024 થી એપ્રિલ 2025 વળતર પણ આપ્યું ન હોય એલઆઈસી એજન્ટે અંકુર પુરાણી વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top