Vadodara

વડોદરા એરપોર્ટ માર્ગ બંધ રહેશે, વિમાની મુસાફરોને વહેલા પહોંચવાની પોલીસ કમિશનરની અપીલ



વડોદરા: શહેરમાં 26 મે, સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો માટે આવી રહ્યા છે, ત્યારે શહેર પોલીસ અને સુરક્ષા તંત્ર સંપૂર્ણ સજ્જ છે. પોલીસ કમિશનરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે વડોદરા પોલીસે સુરક્ષા વ્યવસ્થાને લઈને તમામ જરૂરી પગલાં લીધા છે. એરપોર્ટ તરફ જતાં મુસાફરોને વહેલા પહોંચવાની અપીલ કરવામાં આવી છે, કારણ કે એરપોર્ટથી એરફોર્સ સ્ટેશન સુધીનો માર્ગ બંધ રહેશે અને ટ્રાફિક ડાયવર્ઝન લાગુ રહેશે, જેથી લોકોને કોઈ મુશ્કેલી ન પડે. વિમાનની ટિકિટ બતાવવાથી મુસાફરોને જવા દેવામાં આવશે.

વડોદરામાં એસપીજી સહિત સ્થાનિક પોલીસ, રાજ્ય રિઝર્વ ફોર્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓની ત્રણ સ્તરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે અને દરેક સ્થળે અધિકારીઓને ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી છે. સમગ્ર શહેરમાં હાઈ એલર્ટ છે અને સુરક્ષા વ્યવસ્થાની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

Most Popular

To Top