સિંદુરી વસ્ત્રોમાં મહિલાઓએ દેશભક્તિ ગીતો સાથે રિહર્સલ કરી, સંગઠન, સરકાર અને પાલિકાના સુમેળથી આયોજનને સફળ બનાવવા સહકાર આપ્યો
વડોદરા એરપોર્ટ પર નારીશક્તિ દ્વારા સન્માન યાત્રાની તૈયારીઓ પૂર્ણ
વડોદરા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અને રોડશોના આયોજનને લઈને શહેરમાં દેશભક્તિ અને ઉત્સાહનું માહોલ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ‘ઓપરેશન સિંદૂર’ ની સફળતા બાદ નારીશક્તિ દ્વારા વડાપ્રધાનના સન્માનમાં વિશિષ્ટ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોડ શો દરમિયાન ઓપરેશન સિંદૂર ના બેનર પાસે સિંદૂર ભરેલો કળશ લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

આયોજનને લઈને આજે વડોદરા એરપોર્ટ પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. મહિલાઓએ સિંદુરી વસ્ત્રો ધારણ કરી, હાથમાં દેશભક્તિના બેનર પકડી અને દેશભક્તિના ગીતો સાથે રિહર્સલ કર્યું,મેયર પિન્કીબેન સોની સહિત અનેક મહિલા અગ્રણીઓએ સિંદુર ઉડાવી કાર્યક્રમને વિશેષ ઉજવણી આપી.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, સંગઠન, સરકાર અને પાલિકાના પ્રતિનિધિઓ તેમજ અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનમાં સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
આ સન્માન યાત્રા વડોદરા શહેરમાં મહિલાઓની એકતા, દેશપ્રેમ અને સંગઠનશક્તિનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડશે.