તમામ મુસાફરો અને વાહનોનું સઘન ચેકીંગ હાથધરાયું :
ફાયરબ્રિગેડ ફાયટરોને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા :
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા ઈ-મેઈલથી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. આ ધમકીના પગલે તમામ એરપોર્ટ ઓથોરિટી, શહેર પોલીસ તેમજ સીઆઈએસએફનું સઘન ચેકિંગ શરૂ કરવામા આવ્યું છે. તેમજ વડોદરા ફાયર વિભાગની ટીમ પણ તૈનાત થઈ છે.
વડોદરા શહેરના રેલ્વે સ્ટેશન હોય કે અન્ય કોઈ સરકારી ઈમારત હોય તેને વર્ષો પહેલા પોસ્ટકાર્ડ દ્વારા ધમકી આપતા હોવાના કિસ્સા બન્યા છે જ્યારે હવે નવી ટેકનોલોજી ને આધારે હવે ઇમેલ કરીને ધમકી આપનારા તત્વો પણ સક્રિય બન્યા છે. આજે વડોદરા એરપોર્ટ ઓથોરિટી ને ઈમેલ દ્વારા કોઈ ભેજા બાજે ધમકી ભર્યો પત્ર લખી એરપોર્ટને ઉડાવી દેવા માં આવશે તેમ જણાવતા એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ અને cisf ના જવાનો એક્શનમાં આવ્યા છે અને સમગ્ર એરપોર્ટ બિલ્ડીંગમાંડ શરૂ કરવામાં આવી છે સાથે સાથે બોમ્બકોડની પણ મદદ લેવામાં આવી છે.બીજી બાજુ આ ઈમેલ મોકલનાર કોણ છે અથવા તો બોગસ ઇમેલ આઇડી ઊભું કરી આવો ધમકી ભર્યો પત્ર મોકલ્યો હોવાની પણ શક્યતાઓ રહેલી છે તે દિશામાં એરપોર્ટ ઓથોરિટી અને પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. નોંધનીય છે કે વિષયની ગંભીરતા જોતાની સાથે જ વડોદરા શહેર નાયબ પોલીસ કમિશનર મનોજ નીનામા વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. વડોદરા એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાકીદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાં સહિત એરપોર્ટ તંત્રના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેલ એરપોર્ટ ઓથોરિટી ને મળતા તંત્ર સાબદુ કરી દેવામાં આવ્યું છે. જ્યારે આ ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેની પણ તપાસ ચાલી રહી છે.