વડોદરા તારીખ 30
વડોદરા એરપોર્ટને 25 દિવસમાં બીજીવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેસેજ મળતા ચકચાર મચી ગઈ છે. એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટ નંબર 807 માં બોમ્બ મુકાયો હોવાનો મેલ મળ્યો હતો. જેના પગલે પોલીસ બોમ્બ અને ડોગ સ્કવોડ સહિતની એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી અને તપાસ કરી હતી પરંતુ કાંઈ વસ્તુ કે પદાર્થ મળ્યો ન હોય હાશકારો અનુભવ્યો હતો.
તાજેતરમાં જ વડોદરા એરપોર્ટને મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેસેજ મળ્યો હતો. એના પગલે એરપોર્ટ ઓથોરિટી સહિત પોલીસ તંત્ર ડોગ તથા બોમ્બ સ્કોડ પણ એક્ટિવ થઈ ગયા હતા. ત્યારે પરિવાર વડોદરા એરપોર્ટની ઈન્ડિગો ફ્લાઈટ 807માં બોમ્બ મુકાયો હોવાની મેલ દ્વારા ધમકી મળતા મેચ જ પોલીસ સહિત એરપોર્ટ ઓથોરિટી એક્શનમાં આવી ગઈ હતી. જેના પગલે વડોદરા પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ સહિત બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સહિતની ટીમોએ તપાસ કરી હતી. જોકે ફ્લાઈટમાંથી કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી. જેના કારણે તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરની 35 થી 40 જેટલી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે 25 દિવસમાં એરપોર્ટ ઓથોરિટીના મેલ પર બીજી ધમકી મળી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. ડીસીપી, એસીપી, એસઓજી સ્થાનિક પોલીસના અધિકારીઓ ના ધાડેધાડા ઉમટી પડ્યા હતા. જેના પગલે મુસાફરોમાં પણ એક તબક્કે ભયનો માહોલ ફેલાયો હતો.
વડોદરા એરપોર્ટની ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી
By
Posted on