વિદ્યાર્થિનીની હિંમતથી ખુલાસો, વીડિયો વાયરલ થતા સયાજીગંજ પોલીસ એક્શનમાં

(પ્રતિનિધિ), વડોદરા. તા. 19
વડોદરાની વિશ્વવિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ બહાર અશ્લીલ હરકતો કરતા બાઈકસવાર યુવકનો જર્નાલિઝમની વિદ્યાર્થિનીએ મોબાઇલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતા જ સયાજીગંજ પોલીસ હરકતમાં આવી અને વિકૃત માનસિકતા ધરાવતા શખ્સની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સંસ્કારી નગરી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અસામાજિક તત્વોના પ્રવેશ સામે અગાઉ અનેક વખત વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં ગર્લ્સ હોસ્ટેલ વિસ્તારમાં અસુરક્ષાની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈ વિદ્યાર્થિનીઓમાં ચિંતા ફેલાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાત્રિના સમયે એક બાઈકસવાર યુવક ગર્લ્સ હોસ્ટેલ બહાર ઉભો રહી આવતી-જતી વિદ્યાર્થિનીઓને જોઈ ગુપ્તાંગ બહાર કાઢી અશ્લીલ હરકતો કરી રહ્યો હતો. આ દરમિયાન જર્નાલિઝમની એક વિદ્યાર્થિનીએ હિંમત દાખવી યુવકને પડકાર્યો અને તેની અશ્લીલ હરકતોનો વીડિયો મોબાઇલમાં કેદ કર્યો.
વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સયાજીગંજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને વિકૃત માનસિકતા ધરાવતા ફિરોઝ ગફાર ખલીફ પઠાણ (રહે. કૃષ્ણાપાર્ક સોસાયટી, છાયાપુરી રેલવે સ્ટેશન રોડ, છાણી, વડોદરા)ની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ