Vadodara

વડોદરા : એમએસ યુનિવર્સિટીમાં એફવાય બીકોમની વિદ્યાર્થીનીનો જાસપુર કેનાલમાંથી મૃતદેહ મળ્યો

ઘરેથી પરીક્ષા આપવા જાઉં છું તેમ કહીને નીકળી હતી

વડોદરા તારીખ 15
ભાયલી વિસ્તારમાં રહેતી 19 વર્ષથી યુવતી એમ એસ યુનિવર્સિટીમાં એફવાય બીકોમમાં અભ્યાસ કરતી હતી. યુવતી તેને ઇન્ટર્નલ પરીક્ષા ચાલતી હોય પેપર આપવા માટે જાવ છું એવું તેમના ઘરના સભ્યોને કહીને નીકળી હતી. પરંતુ તેનો કોઈ પતો નહીં લાગતા પરિવારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન જાસપુર કેનાલ પાસે યુવતીની એકટીવા મોબાઇલ અને બુટ પડેલા હોય ફાયર બ્રિગેડ દ્વારા કેનાલના પાણીમાં તપાસ કરતા યુવતીના મૃતદેહ મળ્યો હતો. ત્યારે યુવતી આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરાઈ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
ભાયલી વિસ્તારમાં આવેલી આધ્યા આંગણ સોસાયટીમાં રહેતા શાંતિલાલ પરમાર ની 19 વર્ષથી દીકરી અમીશા પરમાર વડોદરા માં આવેલી એમ એસ યુનિવર્સિટીમાં એફવાય બીકોમ માં અભ્યાસ કરે છે. હાલમાં તેની ઇન્ટર્નલ પરીક્ષા ચાલતી હોય 11 માર્ચના રોજ ઘરના સભ્યોને
પરીક્ષા આપવા માટે જાઉં છું તેમ કહીને નીકળી હતી. પરંતુ મોડે સુધી યુવતી ઘરે પરત આવી ન હોય પરિવારના સભ્યો દ્વારા ઘણી શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ પતો લાગ્યો ન હતો. તાલુકા પોલીસ સ્ટેશનમાં યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન યુવતીની એકટીવા, બુટ અને મોબાઈલ ગામ પાસેથી પાસેથી પસાર થતી કેનાલ નજીક પડેલા હતા. જેને જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના દોડી આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને ડોગ સ્કોડની ટીમની પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવતીની શોધખોળ કરી હતી તે દરમિયાન કેનાલ માંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે યુવતીએ આત્મહત્યા કરી છે કે પછી કોઈ દ્વારા તેની હત્યા કરવામાં આવી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top