પ્રતિનિધિ વડોદરા તા.23
એમએસ યુનિ.માં નોકરી અપાવવાનું કહીને લોકો પાસેથી દોઢ કરોડથી વધુ રૂપિયા પડાવી લીધા બાદ યુનિ.ના લેટર પર ખોટા ઓર્ડર તેમજ જોઇનિંગ લેટર બનાવી આપીને ઠગાઇ આચરવામાં આવી હતી. જે ગુનાના છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા ઠગાઇના આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. તેની વધુ પુછપરછ કરવા માટે કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે.
વડોદરા શહેરના વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ 23 ઓકટોબરના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન સયાજીગંજ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા આરોપી મનિષ શકજી કટારા (રહે. શિવેન એન્કલેવ. માંજલપુર મૂળ નાની હાંડી ગામ જી. દાહોદ) ને થોડા દિવસો પહેલા દાહોદ ખાતે ઠગાઉનામાં પકડાયો હતો. ત્યારબાદ ઝાલોદ જેલમાંથી હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપપકડ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓએ લોકોને એમ એસ યુનિ.માં જુદીજુદી પોસ્ટ પર નોકરી અપાવવાનું જણાવી તેમની પસથી રૂ. 1.67 કરોડ પડાવી લીધા હતા. ત્યારબાદ તેમને યુનિ.ના નામના બોગલ લેટરપેડ તથા જોઇનિંગ લેટર આપ્યા હતા. રૂપિયા પડાવ્યા બાદ છેલ્લા દોઢ મહિનાથી નાસતો ફરતો હતો.