Vadodara

વડોદરા : એમએસયુની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પોરબંદરના વિદ્યાર્થીનો આપધાત

પ્રતિનિધિ વડોદરા તારીખ 25
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પોરબંદરના 18 વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. જોકે હજુ સુધી આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. ફતેગંજ પોલીસે મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ પોરબંદર અને હાલમાં ફતેગંજ વિસ્તારમાં નિઝામપુરા રોડ પર ડાયમંડ જુબેલી હોસ્ટેલમાં રહેતા વિવેક કરંગીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે પોરબંદરના મૃતક યુવક વનરાજ મૂળુભાઈ રાતીયા એમ.એસ. યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેણે અગમ્ય કારણોસર ડાયમંડ જુબલી હોસ્ટેલના રૂમ નંબર 22માં પંખા સાથે નાયલોન દોરી વડે કોઇ અગામી કારણસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. જેના કારણે ચકચાર મચી ગઈ છે.આ બનાવ અંગે ફતેગંજ પોલીસને જાણ કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહનો કબજો લઈ તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યાં આ 18 વર્ષીય યુવકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ તેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. જોકે યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તેની માહિતી મળી નથી.

Most Popular

To Top