બીસીએ અને એમએસયુ વચ્ચે ડીએન હોલ ગ્રાઉન્ડ મામલે ફરી એમઓયુ થવાની શકયતા :
યુનિવર્સિટીના ડીએન હોલ ગ્રાઉન્ડની જાળવણી અગાઉ બીસીએ દ્વારા કરવામાં આવતી હતી..
વડોદરાની એમએસ યુનિવર્સિટીના ડીએન હોલ ગ્રાઉન્ડ મામલે સત્તાધીશોએ નમતું જોખ્યું છે. ડીએન હોલની જાળવણી ન કરી શકતા આખરે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા બીસીએ સાથે ફરીવાર એમઓયુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે .
એમ.એસ. યુનિવર્સિટીએ બીસીએ પાસે ડીએન હોલ ગ્રાઉન્ડ પર ફલડ લાઈટ અને મેચ જોવા માટે સીટિંગ સ્ટેન્ડની માંગણી કરી હતી અને ત્યારબાદ આ કરાર તૂટી ગયા હતા. દિવાળી પહેલા યુનિવર્સિટી અને બીસીએ વચ્ચે આ મુદ્દે હવે વાતચીત શરૂ થઈ ગઈ છે. યુનિવર્સિટીના ડીએન હોલ ગ્રાઉન્ડની જાળવણી અગાઉ બીસીએ દ્વારા કરવામાં આવતી હતી. જેમાં ગ્રાઉન્ડમાં ઘાસ કાપવું પીચ, તૈયાર કરવી, વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવા સહિતની કામગીરી ઉપરાંત બીસીએના કર્મચારીઓ પણ ગ્રાઉન્ડ સ્ટાફમાં કામ કરતા હતા. જેની સામે બીસીએ દ્વારા પોતાની ટુર્નામેન્ટ ડીએન હોલ ગ્રાઉન્ડ પર યોજવામાં આવતી હતી. જોકે બે વર્ષ પહેલાં બીસીએ અને યુનિવર્સિટી વચ્ચે કરાર તૂટી ગયા હતા. યુનિવર્સિટીએ ગ્રાઉન્ડ આપવાની તૈયારી દર્શાવી હતી કે, બીસીએ દ્વારા ગ્રાઉન્ડ ઉપર ફ્લડ લાઈટ, સાઈટ સીટીંગ એરેન્જમેન્ટ કરવામાં આવે. જોકે બીસીએ દ્વારા આ શરતનો અસ્વીકાર કરવામાં આવતા યુનિવર્સિટીએ કરાર કર્યો ન હતો. ત્યારબાદ છેલ્લા બે વર્ષથી ડીએન હોલ ગ્રાઉન્ડ ઉજ્જડ બની ગયું હતું. ડીએન હોલ ગ્રાઉન્ડ પર એક પણ મેચ રમાઈ નહીં તેવી સ્થિતિ ઊભી થઈ છે. યુનિવર્સિટી પાસે પોતાનો સ્ટાફ અને સંશોધનો અભાવ હોવાથી ગ્રાઉન્ડની જાળવણી કરી શકાય નથી. હવે સ્થિતિ વધુ બગડે તેમ હોવાથી યુનિવર્સિટીના સત્તાધ્ધિશોએ બીસીએ સાથે વાટાઘાટો શરૂ કરી છે.દિવાળી વેકેશન બાદ બીસીએ સાથે યુનિવર્સિટી દ્વારા એમઓયુ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો બીજી તરફ યુનિવર્સિટીની ક્રિકેટ ટીમને પણ આ બાબતને લઈને અસર થતી જોવા મળી રહી છે. ગયા વર્ષે બોયઝની ટીમ ઈન્ટર યુનિવર્સિટીમાં ક્વોલીફાઈ થઈ શકી ન હતી.
ડી એન હોલનું જે ક્રિકેટ ગ્રાઉન્ડ આજથી બે વર્ષ પહેલા એમ.એસ. યુનિવર્સિટીમાં જે સમયે ઘણા બધા ક્રિકેટના ખેલાડીઓને આપણે આ ગ્રાઉન્ડ પરથી રમીને ઇન્ટરનેશનલ લેવલે રણજી લેવલે ગયા છે. પરંતુ બે વર્ષ પહેલા સત્તાધીશોની અમુક માંગણીને કારણે તેમના ઈગોના કારણે આ એમઓયુ તોડી નખાયો હતો. જેના કારણે બે વર્ષ સુધી આ ગ્રાઉન્ડનું ના કોઈ મેન્ટેનન્સ ના કોઈ મેચ રમાઈ હતી અને એમએસ યુનિવર્સિટીની ટીમના બે વર્ષમાં કોઈપણ ખેલાડીઓને આગળ રમવા જવા દેવામાં આવ્યા ન હતા. સત્તાધીશો દ્વારા ના કોચની નિમણૂક કરવામાં આવી, ટીમ નિમવામાં આવી નથી કે, કોઈ જ પ્રકારે આ ગ્રાઉન્ડની અંદર ડેવલપમેન્ટનું કાર્ય કરવામાં આવ્યું હતું. પરંતુ હવે યુનિવર્સીટીના સત્તાધ્ધિશો હવે કરાર કરવા જઈ રહ્યા છે. બીસીએ પાસે નમવું પડ્યું છે. પરંતુ જો આ બે વર્ષ પહેલાં આ એમઓયુ તોડ્યો ન હોત તો આજે આ પરિસ્થિતિ ઉભી થઈ ન હોત. : નિખિલ સોલંકી,વિદ્યાર્થી નેતા