વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ ઉપર રહેતી અને રણોલી ખાતે કંપનીમાં એચઆર તરીકે નોકરી કરતી મહિલાના નામની કોઈએ બોગસ સોશિયલ મીડિયા આઈડી બનાવી હતી. ત્યારબાદ આઈડીની પ્રોફાઈલમાં મહિલાનો તથા કવરમાં અન્ય કર્મચારીનો ફોટો મુકયો હતો. ઉપરાંત આઈડીની સ્ટોરીમાં 1 night sex 200 rs call me nowનું લખાણ લખેલું હતું તથા મહિલાનો મોબાઈલ નંબર પણ આપેલો હતો. જેથી લોકો ફોન કરીને મહિલા સાથે અશ્લીલ માંગણી કરતા હતા. જેથી કંટાળી ગયેલી મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેને બદનામ કરવાનું કાવતરું કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતા 40 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે હું રણોલી જીઆઇડીસી ખાતે આવેલી કંપનીમાં છેલ્લા બે વર્ષથી એચઆર તરીકે નોકરી કરું છું. 4 નવેમ્બર ના રોજ સવારના 11:30 વાગ્યાના અરસામાં મારી ઓફિસમાં હાજર હતી. ત્યારે મારી ઓફીસમા કામ કરતા સહ કર્મચારીએ મને જણાવ્યું હતું કે તમારા ફોટાનો ઉપયોગ કરીને એક સોશિયલ મીડિયા આઇડી બની છે. જેથી મે મારી આઈડીથી મારા ફોનમાં તે આઇડી સર્ચ કરી જોતા મને જોવા મળ્યું હતું કે આ આઇડીની પ્રોફાઇલમા મારો ફોટો તથા પ્રોફાઇલ કવર ફોટામાં અમારી કંપનીમા કામ કરતા અન્ય કર્મચારીનો ફોટો મુકેલો હતો. જે આઈડી મે બનાવેલ નથી કે મને તેના વિશે ખબર નથી. આ ફેક ફેસબુક આઇડીની સ્ટોરીમાં 1 night sex 200 rs call me now લખેલું હતું તથા મોબાઈલ નંબર પણ આપેલો હતો.જેથી મને અલગ અલગ મોબાઈલ નંબર ઉપરથી ફોનકોલ આવે છે અને તેઓ મારી પાસે અશ્લીલ માંગણીઓ કરે છે. સાયબર ક્રાઇમ પોલીસે મહિલાને ફરિયાદનો આધારે બોગસ આઈડી બદનામ કરવાનું કાવતરું કરનાર શખ્સને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
વડોદરા : એચઆર મહિલાની ફેક આઈડી બનાવી સ્ટોરીમાં બીભસ્ત લખાણ લખી બદનામ કરવાનું કાવતરું
By
Posted on