Vadodara

વડોદરા : એક કરોડ રૂપિયે કા ઇંતેજામ કરદો વરના ખૂન કી નદિયા બહેગી તેવી કોર્પોરેટરના ભાઈને ગર્ભિત ધમકી

જો બોલા હૈ વો કર વરના ઘર સે અર્થીયા ઉઠેગી…ફોન રેકોર્ડ કરના હૈ તો કર લે… નોકરી પરથી છૂટો કરનાર કર્મી દ્વારા હરકત કરાઈ હોવાની આશંકા..

પ્રતિનિધિ વડોદરા તા.24
વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા વેપારી અને કોર્પોરેટરના ભાઈને એક શખશને ફોન કરી બરોડા ખેતેશ્વર સે સીતારામજી બોલ રહે હો એક કરોડ તૈયાર રખના વરના આપકા પુરા કામ તમામ કર દુંગા ઓર વિક્રમ કા કામ તમામ હો જાયેગા તેવી ધમકી આપી હતી. વેપારીએ ફોન કાપી નાખતા ફરીથી ફોન કરીને પૈસે કા ઇન્તેજાર કરદો વરના ખૂન કી નદીયા બહેગી ઉપરાંત જો બોલા હૈ વો કર વરના ઘર સે અર્થિયા ઉઠેગી ફોન રેકોર્ડ કરના હૈ તો કરલે તેવી ગર્ભિત ધમકી આપી હતી. જેથી વેપારીએ ગભરાઈ ગયા હતા અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમની દુકાનમાં નોકરી કરતા એક કર્મચારીનું તન બરાબર ન હોય છૂટો કર્યો હતો. જેથી તેના દ્વારા આ હરકત કરાઈ હોવાની આશંકા સેવાઇ રહી છે.
મૂળ રાજસ્થાનના અને હાલમાં શહેરના સમા વિસ્તારમાં ચાણક્યપુરી ચાર રસ્તા પાસે મંગલ તીર્થ સોસાયટીમાં રહેતા સીતારામસિંહ નારણસિંહ રાજપુરોહીત (ઉ.વ.53) છેલ્લા પંદર વર્ષથી અભિલાષા ચોકડી પાસે, ખેતેશ્વર નામથી ફરસાણની દુકાન ધરાવી સ્વીટ અને ફરસાણનો ધંધો કરે છે. તેઓ સમા વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુુરોહિતના ભાઈ થાય છે. ત્યારે ગત 12 જૂન ના રોજ સાંજના સમયે વેપારીના પર ફોન આવ્યો હતો. હિન્દીમાં વાત કરતા શખ્સે સીતારામજી બોલ રહે હો અને બરોડા ખેતેશ્વર સે બોલ રહે હો તેમ પુછતા વેપારીએ હા પાડી હતી. ત્યારબાદ તેણે કહ્યું હતું કે, એક કરોડ રૂપિયે તૈયાર રખના નહી તો આપ કા પુરા કામ તમામ કર દુગા ઔર વિક્રમ કા કામ તમામ હો જાયેગા તેમ ધમકી આપી હતી. જેથી તેમને આ કોલ કરનાર ફ્રોડ લાગતા ફોન કાપી નાખ્યો હતો. થોડી વાર પછી એજ નંબર ઉપરથી વિક્રમ કા કામ હો જાયેગા તેવો એક ટેક્સ મેસેજ નંબર પર આવ્યો હતો. થોડી વાર બાદ એજ નંબર ઉપરથી વારંવાર ફોન આવતા વેપારીએ ફોન ઉપાડતા સામેથી ધમકી ભર્યા અવાજમાં પૈસો કા ઇંતજામ કર દો વરના ખુન કી નદીયા બહા દુંગા તેવી ધમકી આપતા તેઓએ ફોન કરનાર વ્યક્તિને કોઇ જવાબ આપ્યા વગર ફોન કાપી નાખ્યો હતો. બાદ વેપારીએ માહીતી મેળવતા તેમને જાણવા મળ્યું હતું કે અમારી દુકાનમાં અગાઉ કામ કરતો રામનિવાસ ઉર્ફે શ્યામ બિશનોઈ( રહે, ખુધનગર જિલા – જોપપુર રાજસ્થાન) તેનું વર્તન બરાબર ન હોવાથી તેને નોકરીમાથી છુટો કર્યો હતો. જેથી તે પણ વેપારીથી નારાજ હોય તે પણ આવી હરકત કરી શકે અથવા કરાવી શકે વેપારીને શંક છે. ત્યારબાદ 14 જૂનના રોજ રાત્રિના આઠેક વાગે તેઓ દુકાનમાં હાજર હતા. તે વખતે ફરીથી ફોન કરી જણાવ્યું હતું કે કે, સીતારામ બોલ રહે હો સીતારામજી સે બાત કરાઓ જો બાત હુઈ હૈ વો બાત યાદ રખ લે ઔર જો બોલા હૈ વો કર વરના બુરા હાલ હોગા ઔર ઘર સે અર્થિયા ઉઠેગી ફોન રેકોર્ડ કરના હો તો કર લેના તેમ કહી વેપારી તથા તેમના દિકરાને જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકીઓ આપી હતી. જેથી ગભરાઈ ગયેલા વેપારીએ એક કરોડ રૂપિયાની ખંડણીની માંગનાર વિરુદ્ધ સીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની શોધખોળ હાથ ધરાઈ છે.
મને મારી ફરીયાદની નકલ મળેલ છે.

Most Popular

To Top