શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહી રુ.10.67 લાખ પડાવ્યા, વિશ્વાસ કેળવવા માટે રુ. 1.43 લાખ પરત આપ્યા હતા
બંનેના રિમાન્ડ પુરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા
પ્રતિનિધિ વડોદરા તારીખ 14
વડોદરા ના તરસાલી વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહી રૂપિયા 9.24 લાખ નો જુનો ચોપડનાર બે ઠગોને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા હતા. બંનેના બે દિવસના રિમાન્ડ પુરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.
વડોદરા શહેરના તરસાલી નોવિનો રોડ પર આવેલી રવિ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રશાંત ધનંજય માથને પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. દરમિયાન સોશિયલ મીડિયા પરથી સંપર્કમાં આવેલા ભેજાબાજોએ શેર માર્કેટમાં રોકાણ કરશો તો સારું એવું વળતર મળશે તેવી લાલચ આપી હતી. જેથી તેઓ તેમના ઝાંસામાં ફસાઈ ગયા હતા અને ઇન્વેસ્ટમેન્ટના બહાને વિવિધ આઇપીઓ ખરીદ કરાવડાવી ₹10.67લાખ વિવિધ એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. જેથી તેમની ઓનલાઈન વેબસાઈટમાં પ્રોફિટ સાથેના રૂપિયા બતાવતા હોય શરૂઆતમાં તેઓએ ડ્રો કરેલા 1.43 લાખ તેમના વિશ્વાસ કેળવવા માટે ઠગોએ ઉપાડ્યા આપ્યા હતા. પરંતુ બાકીના 9.24 લાખ માટે વારંવાર ફોન કરુ રૂપિયા પરત આપવા માટે કહ્યું હોવા છતાં ભેજાબાજો આપતા ન હતા જેથી એકાઉન્ટન્ટે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જેથી સાયબર ક્રાઇમ પોલીસે ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ ના આધારે તપાસ શરૂ કરતાં બંને વ્યક્તિ વડોદરાના હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે લોકેશનના આધારે બે ઠગ અહેમદ રઝા દરોગા (ઉં.વ. 24, ડિપ્લોમા મીકેનીકલ એન્જીનીયરીંગ, ધંધો-કાફે માલિક, રહે. વાડી, વડોદરા) તથા અબ્દુલ રહેમાન શેખ (ઉ.વ. 31, 12 પાસ, ધંધો-નોકરી, રહે. વાડી, વડોદરા)ને ઝડપી પાડ્યા હતા. સાયબર ક્રાઇમ એ બંનેની ધરપકડ કર્યા બાદ વધુ પૂછપરછ માટે કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મંજૂર કરાવડાવ્યા હતા. દરમિયાન રિમાન્ડ પુરા થયા બાદ બંનેને પોલીસે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
વડોદરા : એકાઉન્ટન્ટને રુ.9.24 લાખનો ચુનો ચોપડનાર બે ઠગ ઝડપાયા
By
Posted on