વરેણ્યમ્ ગ્રૂપનો અલ્ટ્રા મોર્ડન રિસોર્ટ પ્રોજેક્ટ એટલે વરેણ્યમ્ વેકેન્ઝા

પ્રતિનિધિ, વડોદરા
શહેરથી ફક્ત ૨૫ કિલોમીટરના અંતરે આવેલા પ્રાઈમ લોકેશન એવા ઉમેટા ખાતે કુદરતના ખોળે વિકસીત થઈ રહેલા વરેણ્યમ્ વેકેન્ઝામા ૪૦ પરિવારો જીવન જીવવાનો અનેરો આનંદ માણી શકશે. છેલ્લા ઘણા વર્ષોથી આગવી શૈલીથી કઈક અલગ કરવાના પ્રયાસ માટે જાણીતા વરેણ્યમ્ ગ્રુપ દ્વારા પર્સનલ સ્વિમિંગ પુલ સાથેના રિસોર્ટ વિલાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જે વિશે માહિતી આપતા વરેણ્યમ્ ગ્રુપના ફાઉન્ડર હિમાંશુ સુતરીયાએ જણાવ્યું હતું કે, ઉમેટા પાસે રોડ ટચ પ્રીમિયમ લોકેશનમાં ગુણવત્તા અને અલ્ટ્રા મોર્ડન લિવિંગનો અનુભવ આપતા વરેણ્યમ્ વેકેન્ઝા પ્રોજેક્ટમાં ફક્ત ૪૦ રિસોર્ટ વિલાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ૪૦ પરિવાર માટે ખાસ રિસોર્ટ પણ બનાવવામાં આવી રહ્યો છે. ૪૦ વિલાના રહેવાસીઓને વિલા સાથે રિસોર્ટની ઓનરશિપ ભેટમાં આપવામાં આવશે. બજેટમાં અલ્ટ્રા મોર્ડન ફેસિલીટી આપવા માટે જાણીતા વરેણ્યમ્ ગ્રૂપના વરેણ્યમ્ વેકેન્ઝા પ્રોજેક્ટનું ૭૫ ટકા બુકિંગ થઈ ગયું છે. વરેણ્યમ્ ગ્રૂપને અભૂતપૂર્વ પ્રતિસાદ આપવા બદલ વડોદરા શહેરના આભારી છીએ.
