Vadodara

વડોદરા : ઉપરવાસમાં વરસાદને પગલે નવા નીરની આવક, ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ

ગભરાવાની જરૂર નથી,ડેમમાંથી પાણી છોડવામાં નહિ આવ્યું હોવાની માહિતી :

વધુ પાણી આવે તો ઢાઢર નદીની આસપાસના ગામોને અસર થવાની શકયતા :

વડોદરા શહેર નજીક પોર પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં નવા નીર આવ્યા છે.ઉપરવાસમાં વરસાદને પગલે ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે.જોકે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું નથી.પરંતુ ઉપરવાસમાં અતિ ભારે વરસાદને પગલે ઢાઢરમાં નવા નીરની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા શહેર નજીક પોર પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં નવાનીર આવતા ગ્રામજનો આશ્ચર્ય પામ્યા છે. જોકે ઉપરવાસમાં વરસાદને પગલે ઢાઢરમા પાણી આવ્યા હોય જિલ્લાના પોર ગામે પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે.મળતી માહિતી મુજબ ડેમમાંથી હજી સુધી પાણી છોડવામાં આવ્યું નથી,પણ ઉપરવાસમાં વરસાદને પગલે નવા પાણી આવ્યા હોવાનું અનુમાન છે.પ્રાપ્ત માહિતી મુજબ પોર પાસેથી પસાર થતી ઢાઢર નદી એકા એક બે કાંઠે વહી રહી છે.

ઢાઢર નદી બંને કાંઠે વહેતા હાલ ગ્રામજનો પણ ચિંતામાં મૂકાયા છે.જોકે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું નથી.પરંતુ ઉપરવાસમાં અતિ ભારે વરસાદને પગલે ઢાઢરમાં નવા નીરની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે. જો વધુ પાણી આવે તો ઢાઢર નદીની આસપાસના ગામોને અસર થાય અને સંપર્ક તૂટે તેવી સંભાવના છે. હાલ તો કોઈ ભય જેવી સ્થિતિ નથી.પરંતુ પાણી આવતા ગ્રામજનોમાં આશ્ચર્ય જોવા મળ્યું છે. હાલ પંથકમાં વરસાદે વિરામ લીધો છે. પરંતુ નદીઓ ઉપરવાસમાં વરસાદને પગલે 2 કાંઠે વહી રહી છે.

Most Popular

To Top