Vadodara

વડોદરા : ઉનાળાની શરૂઆતે આગના બનાવોમાં વધારો,ફ્લેટના પાંચમા માળે આગ લાગતા અફરાતફરી મચી

એક તરફનો રસ્તો બંધ કરી ફાયરબ્રિગેડના જવાનોનો આગ પર કાબુ મેળવવા પ્રયાસ :

ફ્લેટમાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે :

( પ્રતિનિધિ )વડોદરા, તા.27

અલકાપુરી અરુણોદય સોસાયટીના વૈભવ ફ્લેટમાં પાંચમા માળે આગની ઘટનાથી ફાયરબ્રિગેડના તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. એક તરફી રસ્તો બંધ કરી ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા.

વડોદરાના અલકાપુરી અરુણોદય સોસાયટીના વૈભવ ફ્લેટમાં પાંચમા માળના એક ફ્લેટમાંથી ધુમાડાના ગોટે ગોટે નજરે પડ્યા હતા.જેને લઈ ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી કામગીરી કરવામાં આવી હતી.જ્યારે બંને બાજુથી રોડ બંધ કરવામાં આવ્યો હતો.આગની ઘટનાને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા. ત્રણથી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યારે એપાર્ટમેન્ટમાં ફાયરની સેફટી છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે. હાલ કેટલું નુકસાન થયું છે તે જાણવા મળ્યું નથી. ફાયર બ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે આગ લાગવાની ઘટના બનતા જ સ્થાનિક રહીશોમાં ભારે ફાફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. બીજી તરફ વૈભવ ફ્લેટમાં પાંચમાં મળે બંધ મકાનમાંભિસરણ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા સમગ્ર પરિસરમાં ફરી વળ્યા હતા. જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોને પણ આગ ઉપર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી.

Most Popular

To Top