બળજબરી પૂર્વક ફિરકી પકડાવતા યુવતીએ અભયમની મદદ માંગી
ઉત્તરાયણના તહેવારમાં લોકો પતંગ ચગાવવાની મજા માણી રહ્યા હતા . ત્યારે પાડોશમાં રહેતો છોકરો યુવતીના ધાબે ચડી આવ્યો હતો. ત્યારબાદ છોકરીને બળજબરી પૂર્વક ફિરકો પકડવા કહેતા પીડિતાએ તેના ભાઈને કહ્યું હતું. પરંતુ છોકરાએ પીડિતા તથા તેના ભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. યુવતીએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ માંગતા ટીમના સભ્યો તુરંત સ્થળ પર પહોંચી ગયા હતા અને કાયદાકીય સમજ આપતા યુવકે વાતની કબૂલાત કરી ફરીવાર આવું નહિ કરવા પણ કહ્યું હતું. જેથી યુવતીએ કઈ નહિ કરવાનું કહેતા આખરે અભયમે સમાધાન કરાવ્યું હતું.
ગોરવા વિસ્તારમાં રહેતી યુવતીએ 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવ્યું હતું કે એક છોકરો મારાં ટેરેસ પર આવીને બળજબરી પૂર્વક ફિરકો પકડાવીને બોલાચાલી કરે છે. જેથી અભયમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પીડિતાનું કાઉન્સિલિંગ કરતા યુવતીએ કહ્યું હતું આ છોકરો પાડોશમાં રહે છે જે અમારા ટેરેસ પર આવી ગાયો હતો અને કહેવા લાગ્યો હતો કે હું પતંગ ચગાવી રહ્યો છું તું મારો ફિરકો પકડ અને મેં પકડવાની ના પાડી તો જબરજસ્તી કરી ફિરકો પકડાવતો હતો. એટલે મેં મારાં ભાઈને કહ્યું તો એ છોકરો ભાઈ સાથે પણ બોલાચાલી કરવા સાથે ધમકી પણ આપવા લાગ્યો હતો. મારાં ભાઈએ પણ તેને સમજાવ્યો હતો ત્યારબાદ ઝઘડો વધી જતા એકબીજાના પરિવારવાળા ભેગા થઈ ગયા હતા. જેથી વધુ વાત વણસી જાય તે પહેલાં જ 181 પર ફોન કર્યો હતો.
અભયમની ટીમે તુરંત છોકરાને સમજાવતા છોકરાએ કહ્યું હું છોકરીના ધાબે ગયો હતો અને મે તેને જ જબરદસ્તી ફીરકો પકડાવતો હતો જે મારી ભૂલ થઈ ગઈ છે અને હવે પછી આવુ વર્તન નહિ કરું તેમ જણાવ્યું હતું. ઉપરાંત અભયમની ટીમ દ્વારા કાયદાકીય સમજ આપી હતી અને આખરે સમાધાન કરાવ્યુ હતું.
