Vadodara

વડોદરા : ઈન્ટરનેશનલ મેરેથોનમાં SSGના 70 ફિઝિયોથેરાપિસ્ટની ટીમ ખડેપગે, દોડવીરોને દુઃખાવો થતા કરી સારવાર


દોડવીરો મેરેથોનમાં દોડ્યા બાદ શરીરના વિવિધ ભાગોમાં દુખાવો ઉપડતા સારવાર :

જરૂર જણાય તેવા દોડવીરોને એસએસજીમાં રીફર કરવા જણાવાયું :

( પ્રતિનિધિ )વડોદરા,તા.2

વડોદરાની ઈન્ટરનેશનલ મેરેથોન દોડમાં સયાજી હોસ્પિટલના 70 ફિઝિયોથેરાપિસ્ટ તબીબોની ટીમ પણ એ પણ સેવામાં જોતરાઈ હતી. મેરેથોનમાં દોડ્યા બાદ શરીરના વિવિધ ભાગોમાં દોડવીરોને દુઃખાવા ઉપડતા હોય છે. ત્યારે, આવા દોડવીરોને કેટલાકને સ્થળ પર તો કેટલાક દોડવીરોને જરૂર જણાય તો સયાજી હોસ્પિટલ ખાતે પણ મોકલવામાં આવ્યા હતા.

SSG હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ ડો. ગુંજન કાકડીયાએ જણાવ્યું હતું કે, અમે એસએસજી હોસ્પિટલના વિદ્યાર્થીઓ છીએ. દર વર્ષની જેમ આ વખતે પણ 70 જેટલા ફિઝિયોથેરાપીસ્ટ દોડવીરો અને અન્ય લોકોની અહીંયા સેવા કરે છે. દોડવીરો વિવિધ 42 કિલોમીટર, 21 કિલોમીટર,,10 કિલોમીટર સહિતની દોડમાં ભાગ લીધા બાદ અહીંયા દોડીને આવતા હોય છે. ત્યારે એમને શરીરમાં વિવિધ જગ્યાએ દુખાવા ઉપાડતા હોય છે. તેવા લક્ષણો જોવા મળતા હોય છે. ત્યારે એની સારવાર માટે 70 થી વધારે ફિઝિયોથેરાપિસ્ટ અહીં ઉપલબ્ધ છે અને ખૂબ સારી સેવા આપી છે. દર વખતે અમે વોલિયેન્ટર તરીકે આ રીતે અમે જોઈન થતા હોય છે. જો અહીંયા સારવાર આપવામાં પોસિબલ ન હોય તો એવા લોકોને અમે SSG હોસ્પિટલમાં પણ રીફર કરીએ છીએ. અને ત્યાં પણ ફિઝિયોથેરાપિસ્ટ ટ્રીટમેન્ટ ચાલી રહી છે. તો તે લાભ લે છે, એમની પ્રોપર સારવાર મળી રહે છે. અમે 25 જેટલા દોડવીરોને કીધું છે કે તમે એસએસજી હોસ્પિટલમાં આવજો અને ત્યાં તમારી પ્રોપર સારવાર કરીશું .

Most Popular

To Top