પ્રતિનિધિ વડોદરા તા.16
વડોદરા ડભોઇ રોડ પર ઈંડા લેવા ગયેલા યુવકનો ઇંડા ફ્રાયના રૂપિયા મુદ્દે લારીવાળા વેપારી તથા તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. આટલા મોંઘા ઈંડા થોડી હોતા હોય તેવું કહેતા યુવક પર વેપારીએ ચાકુથી હુમલો કર્યો હતો. પાલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી દંપતી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
વડોદરા શહેરના ડભોઇ રોડ પર હનુમાન ટેકરી અનસોયા નગરમાં રહેતા રીતેશ સુરેશ પટેલ 13 સપ્ટેમ્બરના રોજ તેમની સાસુ પારુલબેન ગોહીલનું બી.પી.વધી જતા સારવાર માટે ખાનગી હોસ્પીટલમા સારવાર માટે દાખલ કર્યા હતા. રાત્રીના આશરે દસેક વાગ્યાની આસપાસ તેઓ પત્ની તથા બન્ને દીકરીઓ સાથે હોસ્પીટલ ખાતે સાસુની તબિયત જોવા માટે આવ્યા હતા. રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં હોસ્પીટલની સામે લારી પર તેઓ બોઈલ ઇંડા લેવા માટે ગયા હતા અને લારી પર ઇંડાવાળાભાઈને કહયું હતું કે બોઇલ ઇંડા ગરમ કરીને આપો ત્યારે તેણે કહ્યું હતું કે એક ઇંડાના રૂપીયા 40 થશે. જેથી તેઓએ એક ઈડાના આટલા બધા રૂપીયા થોડા થતા હોય ત્યારે લારીવાળા સંચાલકે તેમને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી તેને ગાળો નહી બોલવા કહેતા તેણે થતા તેની પત્નિ તેમની ઝપાઝપી કર્યા બાદ લારીમાંથી એક ચપ્પુ કાઢી હુમલો કર્યો હતો. દરમીયાન આજુબાજુના લોકો તથા તમની પત્નિ આવી જતા છોડાવ્યો હતો. જ્યારે અજય કહારે નોંધાવેલી ફરિયાદ મુજબ હિતેશ પટેલ નામનો શખ્સ મારી લારી પર ઇંડા ફ્રાય લેવા માટે આવ્યો હતો અને મારી પત્ની સાથે અસભ્ય વર્તન કર્યા બાદ અમને બંનેને માર માર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાઇ લારી પરથી તપેલાથી અમારા પર હુમલો કર્યો હતો. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.