વડોદરા શહેરના સુભાનપુરા ઇલોરાપાર્ક વિસ્તારમાં રહેતા સોફ્ટવેર મેનેજર સહિત 20 ઉપરાંતના લોકો સાથે ક્રેડિટ બુલ્સ ઇન્ડિયા કંપનીમાં રોકાણ કરવાના બહાને 1.46 કરોડની ઠગાઈ ત્રણ શખ્સો દ્વારા આચરવામાં આવી છે. શરૂઆતમાં રોકાણ કરેલા રૂપિયા માટે દોઢથી બે ટકા લેખે નિયમિત વળતર ચુકવી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ વળતર ચૂકવવાનું બંધ કરી દીધું હતું. વારંવાર વળતર તથા રોકેલા રૂપિયાની માંગણી કરવા છતાં પરત નહીં આપતા કંપનીના રીઝનલ હેડ સહિત ત્રણ લોકો વિરૂદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વડોદરાના સુભાનપુરા ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલી શ્રીવીલા સોસાયટીમાં રહેતા જનક નરોત્તમભાઈ મકવાણા સોફ્ટવેર મેનેજર છે. તેમને શેર બજાર તથા અન્ય સંસ્થા ખાતે નાણાનું રોકાણ કરવું હોય ઇન્વેસ્ટમેન્ટ એન્ડ મંથલી રીટર્ન ગુગલમાં સર્ચ કરતા ક્રેડિટબુલ્સ ઇન્ડિયાની વેબસાઇટ આવી હતી. જેના ઉપર કલીક કરી કંપનીના ડાયરેક્ટર ધવલ સોવાણી તથા તેમના પાટર્નર તરીકે ફરઝાના ઈરફાન અહેમંદ શેખ તથા પંકજ પ્રવીણભાઈ વડગામા (તમામ રહે.જામનગર ) રીજનલ હેડ તરીકે ફરજ બજાવતા હતા. તેમની સ્કીમ જોઈને કંપનીમાં રોકાણ કરવા માટે યોગ્ય લાગતા ત્રણ પ્લાન ગોલ્ડ, સિલ્વર, પ્લેટીનિયમ
વિશે ઓનલાઈન માહિતી મેળવી હતી.જેમાં એક વર્ષના પ્રીરીયડ માટે રૂ. 1 લાખના રોકાણ સામે માસીક 1.5% વળતર આપતા હોય કંપની પર વિશ્વાસ આવી ગયો હતો અને સૌપ્રથમ તેઓએ પોતાના તથા પત્ની, માતા, પિતા નામે પર રુ.32.50 લાખનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં સમયસર વળતર કંપનીએ ચૂકવ્યું હતું. ફેબ્રુઆરી 2024થી માસીક વળતર ચુકવવાનુ બંધ કરી દિધુ છે. જેથી તેઓના ઈ-મેઈલ આઈ.ડી તથા ફોન ૫ર ફોન કરતા આ કેડીટ બુલ્સ ઈન્ડીયા ડોટ કોમ કંપની તરફથી અમને સેબીની ઇન્ક્વાયરી શરૂ હોય ફેબ્રુઆરી-2024ના માસનુ વળતર આપી શકીએ તેમ નથી તેમ જણાવ્યું હતું. તેઓ ક્રેડીટ બુલ્સ ઈન્ડીયા ડોટ કોમ કંપનીની ઓફિસ જામનગર ખાતે ક્રેડીટ બુલ્સ ઈન્ડીયા ડોટ કોમ કંપનીની ઓફીસ ખાતે જઈ તપાસ યશ સોલાણી તથા પંકજ વડગામા રુ 32.50 લાખનું રોકાણના વળતર બાબતે કહેતા તેઓએ બે અઠવાડીયામાં પરત આપી દઇશું તેમ જણાવ્યું હતું. પરંતુ વળતર કે રોકાણ કર્યા રૂપિયા આજ દિન સુધી પરત ચૂકવ્યા નથી. ઉપરાંત સોફ્ટવેર મેનેજર ના સગા સંબંધી તથા મિત્રોએ પણ ક્રેડીટ બુલ્સ ઈન્ડીયા ડોટ કોમ કંપનીમાં રુ.1.14 કરોડ અલગ અલગ પ્લેનમાં રોકાણ કર્યા હતા પરંતુ તેમને પણ કંપનીએ વળતર તથા રૂપિયા પરત નહિ કરી છેતરપિંડી આચરી હતી. જેથી ક્રેડિટબુલ્સ ઇન્ડિયા કંપનીના નામે ધવલ સોલાણી, ફરઝાના શેખ અને પંકજ વડગામાએ રુ. 1.46 કરોડનો ચૂનો ચપડી ઠગાઈ આચરી છે. જેની સોફ્ટવેર મેનેજરે ગોરવા પોલીસ સ્ટેશનમાં ત્રણ ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા :ઇન્ડિયા બુલ્સ કંપનીમાં રોકાણ કરવાના બહાને ત્રણ ઠગોએ 20 લોકોને રુ.1.46 કરોડનો ચૂનો ચોપડયો..
By
Posted on