Vadodara

વડોદરા : આ જીવ 750 રૂ. મા 300 કમિશન ખાવામાં ગયા, કોર્પોરેટરે કરી પોસ્ટ

હરણી બોટકાંડ મામલે કોર્પોરેટર આશિષ જોશીએ સોશ્યલ મીડિયામાં સંવેદના દર્શાવી :

અગાઉ પણ આશિષ જોશી હરણીબોટ કાંડ મામલે અવાજ ઉઠાવી ચૂક્યા છે :

વડોદરામાં બનેલી હરણી બોટ કાંડ ની દુર્ઘટના મામલે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે મૃતકોના ફોટા સાથે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં નીચે લખ્યું છે કે, આ જીવ 750 રૂપિયામાં 300 કમિશન ખાવામાં ગયા.

વડોદરા શહેરમાં હરણીબોટ કાંડની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભરમાં ભારે ચકચાર જગાવી હતી. આ ઘટના બાદ દોષિતોને ચારે કોર થી ફિટકાર ભરોસ્યો હતો. ગૃહ મંત્રીએ પણ તાત્કાલિક તપાસના આદેશ આપી દીધા હતા. ત્યારે શરૂઆતથી જ ભાજપના કોર્પોરેટર આશિષ જોષીએ પણ જે કોઈપણ આ ઘટનામાં જવાબદાર હોય તેઓને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. હરણી બોટ દુર્ઘટનામાં બાળકો બે શિક્ષિકાઓ મળી કૂલ 14 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આજે પણ મૃતકના પરિવારજનો ન્યાય ઝંખી રહ્યા છે. હરણી બોટ કાંડમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બે જવાબદાર શાળા સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા ભાજપના કોર્પોરેટર આશિષ જોષી એ શાળાના સંચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. ત્યારે, વધુ એક વખત કોર્પોરેટર આશિષ જોશીએ હરણી બોટકાંડમાં મૃતકો પ્રત્યે સંવેદના દર્શાવતી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે જેમાં મૃતકો ની તસ્વીર ની નીચે લખ્યું છે કે “આ જીવ રૂપિયા 750 માં રૂપિયા 300 કમિશન ખાવામાં ગયા છે” આ ઉપરાંત તેમણે લખ્યું છે કે “હિચકીઓકા બનીએ જનાબ ! સીસકીયો કા નહીં.”

Most Popular

To Top