પ્રતિનિધિ વડોદરા તા.28
સ્ટેટ મોનિટરિંગ સેલે સાવલી તાલુકાના આસોજ ગામે રેડ કરીને રુ.1.69 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. એસએમસીએ દારૂનું વેચાણ કરનાર સહિત ત્રણ જણાને ઝડપી પાડ્યા હતા.જ્યારે બુટલેગર અને બે સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે મંજુસર પોલીસને સુપ્રત કરાયો છે.
વડોદરા શહેર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ અવારનવાર દારૂ અને જુગાર ની ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સપાટો બોલાવતી હોય છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ગઈકાલે ગુરૂવારના રોજ બાતમી મળી હતી કે સાવલી તાલુકાના આસોજ ગામે ભાથીજી ફળિયામાં રહેતા પ્રવીણ રાવજીએ ઠાકોર બહારથી વિદેશી જથ્થો મંગાવે છે અને માણસો રાખીને તેનું વેચાણ પણ કરાવે છે. હાલમાં પણ તેના માણસો દ્વારા વેચાણ કરવાનું ચાલુ છે. જેના આધારે એસએમસીની ટીમ આસોજ ગામમાં રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી દારૂનું વેચાણ કરનાર ઘનશ્યામ મોહન પાટણ વાડીયા સહિત ત્રણ જણા ને ઝડપી પાડ્યા હતા. જ્યારે બુટલેગર પ્રવીણ ઠાકોર, મુન્ના જયસ્વાલ, રમેશ પાટણવાડીયા અને સાગર જયસ્વાલને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. એસએમસીએ સ્થળ પરથી વિદેશી દારૂ, કાર, મોબાઈલ અને રોકડ મળી રુ.4.81 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે મંજુસર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે.
વડોદરા : આસોજ ગામે એસએમસીની રેડ, વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા, બુટલેગર અને સપ્લાયર વોન્ટેડ
By
Posted on