Vadodara

વડોદરા : આવાસોમાં રહેવા હજી ગયા નથી,ત્યાંતો ત્રણ ગણો વેરો ભરવા નોટિસ આપતા વિરોધ

સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3ના રહીશોની ગુ.હા.બોર્ડની કચેરીમાં રજૂઆત :

સમસ્યાનું નિરાકરણ કરવામાં નહિ આવે તો ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી :

( પ્રતિનિધિ ) વડોદરા,તા.૧૮

ગોરવા વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3ના રહીશો હજી આવાસના મકાનોમાં રહેવા માટે ગયા નથી. તેમ છતાં ત્રણ ગણો વેરો ભરવા માટે નોટિસ આપવામાં આવતા ઈલોરાપાર્ક ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી ખાતે રજૂઆત કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હાઈટ્સ 3ના રહીશો હજી રહેવા માટે ગયા નથી. ત્યાંતો ત્રણ ગણો વેરો ભરવા માટેની નોટિસ મળતા રહીશો રોષે ભરાયા હતા. ઈલોરાપાર્ક ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ પર રહીશો રજૂઆત કરવા ખાતે પહોંચ્યા હતા. રાહીશોનું કહેવું છે કે, આવાસના મકાનોમાં રહેવા આવતા પહેલા વેરો ત્રણ ગણો ભરવા માટે નોટિસ આપી છે. તે હેતુસર સ્વામી વિવેકાનંદ હાઇટ 3 ના 15 ટાવરના સ્થાનિકો ગોરવા હાઉસિંગ બોર્ડની ઓફિસ પર રજૂઆત માટે આવ્યા હતા. સ્વામી વિવેકાનંદ હાઇટ 3 ના ઘણાં એવા પ્રશ્નો જેમ કે પાણી લાઈટ જેવા અનેક પ્રશ્નોનો હજી નિકાલ કરવામાં નથી આવ્યો. જેથી મોટી સંખ્યામાં સ્થાનિકોએ એકત્ર થઈ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ પર રજૂઆત કરી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, જો અમને અમારી પેનલ્ટીના રૂપિયા પાછા આપવામાં નહીં આવે અને જે લાઈટ પાણી ના પ્રશ્નો છે એનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ધરણા પ્રદર્શન પણ કરીશું તેવી ચીમકી સ્વામી વિવેકાનંદ હાઈટના 3ના રહીશોએ ઉચ્ચારી હતી. જ્યારે રહીશોએ ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી ખાતે મોરચો માંડતા ગોરવા પોલીસ પણ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસે દોડી આવી હતી.

Most Popular

To Top