ઐતિહાસિક જીત અપાવનાર ક્રિકેટર હાર્દિક પંડ્યા સહિત તેમના પરિવારનું પણ સ્વાગત કરાશે
પ્રતિબંધિત રસ્તા તથા વૈકલ્પિક વ્યવસ્થા સાથેનું પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું, પોલીસ દ્વારા રોડ શોના રૂટ પર રવિવારે રિહર્ષલ પણ કરાયું
પ્રતિનિધિ વડોદરા તા.14
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીતન અપાવનાર ક્રિકેટ હાર્દિક પંડ્યા તથા તેમના પરિવારનું સ્વાગત કર્યા બાદ ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે. ત્યારે જાહેર જનતા મુશ્કેલી ના પડે અને ટ્રાફિકનું યોગ્ય રીતે સંચાલન થાય માટે વૈકલ્પિક વ્યવસ્થા તથા પ્રતિબંધિત રસ્તા સાથેનું જાહેરનામુ પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરાયું છે. ત્યારે રવિવારે રોડ શોના રૂટ પર પોલીસે રિહર્ષલ પણ કર્યું હતું.
તાજેતરમાં ટીમ ઇન્ડિયાએ ટી 20 વર્લ્ડ કપંની ફાઇનલ મેચરમાં શાનદાર પ્રદર્શન કરીને દેશમાં ટ્રોફી લાવ્યા હતા. ત્યારે મેચની છેલ્લી ઓવર બાકી હોય ત્યારે ટીમની ઇન્ડિયા નહી પરંતુ સમગ્ર દેશના શાનની કમાન ઓલરાઉન્ડ પ્રદર્શન કરનાર હાર્દિક પંડ્યાને આપી હતી.જેમાં પહેલા હાર્દિક પંડ્યાને વિશ્વાસ પૂર્વક નાખ્યા હતા અને પહેલા સેટ બેટ્સમેને ક્લાસની વિકેટ લીધી ત્યારબાદ છેલ્લી ઓવરમાં કિલર મિલર સહિત બે વિકેટ લઇને દેશને ઐતિહાસિક જીત અપાવી હતી. ટી ટ્વેન્ટી બાદ હાર્દિક પંડ્યા પ્રથમવાર વડોદરા પરત આવવાના છે ત્યારે વડોદરા દ્વારા ક્રિકેટર તથા તેમના ફેમિલિનું ભવ્ય સ્વાગત કરી રોડ શોનું આયોજન કરાયું છે. ત્યારે આ રોડનું માંડવીથી શરૂ થઇ લહેરીપુરા દરવાજા, ન્યાયમંદિર, ફાયર બ્રિગેડ ચાર રસ્તા, દાંડિયાબજાર ચાર રસ્તા થઇ મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા અકોટા બ્રિજ સોલાર પેનલ આવી પૂર્ણ થશે. ત્યારે આ રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદમની ઉમટી પડવાની શક્યતા છે. જેથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા જાહેર જનતા અવગડ ના પડે તથા ટ્રાફિકનું યોગ્ય રીતે સંચાલન થાય માટે પ્રતિબંધિત રસ્તા થતા વૈકલ્કિપ વ્યવસ્થા સાથેનું એક જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. જેનું પાલન કરવા માટે પણ અપીલ કરાઇ છે. ત્યારે રોડ શો દરમિયાન કોઇ બનાવ ન બને માટે પોલીસ દ્વારા રૂટ પર રવિવારે રિહર્ષલ પણ કર્યું હતું.
–પ્રતિબંધિત રસ્તા
પાણીગેટ દરવાજાથી માંડવી તરફ જઇ શકાશે નહીં. ગેંડીગેટ દરવાજાથી માંડવી તરફ જઇ શકાશે નહીં.ચાંપાનેર દરવાજાથી માંડવી તરફ જઇ શકાશે નહીં., અડાણીયાપુલ ચાર રસ્તાથી ચાંપાનેર રવાજાથી માંડવી તરફ જઇ શકાશે નહીં, ચાંપાનેર દરવાજાથી માંડવી તરફ જઇ શકાશે નહીં, લહેરીપુરા દરવાજાથી માંડવી તરફ જઇ શકાશે નહીં, વીર ભગસિંહ ચોક સર્કલથી લાલકોર્ટ થઇ, લહેરીપુરા દરવાજા તરફ જઇ શકાશે નહીં, ૯ ગાંધીનગરગૃહ સર્કલથી પદમાવતી ત્રિકોણ તરફ જઇ શકાશે નહીં., ફાયરબ્રિગેડ યાર રસ્તાથી લહેરીપુરા દરવાજા તરફ જઇ શકાશે નહીં, માર્કેટ ચાર રસ્તાથી વીર ભગતસિંહ ચોક તરફ જઇ શકશે નહીં., દાંડીયાબજાર ચાર રસ્તાથી લહેરીપુરા તરફ જઇ શકાશે નહીં, ટાવર ચાર રસ્તાથી દાંડીયાબજાર ચાર રસ્તા તરફ જઇ શકાશે નહીં, મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તાથી દાંડીયા બજાર ચાર રસ્તા તરફ જઇ શકાશે નહીં, રાજમહેલગેટથી મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા તરફ જઇ શકાશે નહીં, બરોડા ઓટો મોબાઇલ થી જેલ રોડ તરફ જઇ શકાશે નહીં, ભીમનાથ નાકા થી જેલ રોડ તરફ જઇ શકાશે નહીં, રેલ્વે હેડ કર્વાટરથી મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા તરફ જઇ શકાશે નહીં. ૧૯ કોઠી ચાર રસ્તાથી રેલ્વે હેડ કર્વાટર તરફ જઇ શકાશે નહીં, અકોટા બ્રિજ ચાર રસ્તા થી અકોટા બ્રિજ ઉપર થઇ મહારાણી નર્સિંગહોમ યાર રસ્તા તરફ જઇ શકાશે નહીં
વૈકલ્પિક વ્યવસ્થા
પાણીગેટ દરવાજાથી ભદ્ર કેયરી રોડ, અડાણીયાપુલ ચાર રસ્તા થઇ, જે તે તરફ જઇ શકાશે, ગેંડીગેટ દરવાજાથી સંત કબીર રોડ, ચોખંડી ચાર રસ્તા થઇ, જે તે તરફ જઇ શકાશે યાંપાનેર દરવાજાથી અડાણીયાપુલ ચાર રસ્તા થઇ, જે તે તરફ જઇ શકાશે અડાણીયાપુલ ચાર રસ્તાથી કાલુપુરા રોડ, ફતેપુરા ચાર રસ્તા થઇ, જે તે તરફ જઇ શકાશે ચાંપાનેર દરવાજાથી અડાણીયાપુલ ચાર રસ્તા થઇ, જે તે તરફ જઇ શકાશે, લહેરીપુરા દરવાજાથી ન્યુ લહેરીપુરા રોડ તરફ તેમજ વીર ભગતસિંહ ચોક થઇ, જે તે તરફ જઇ શકાશે, વીર ભગતસિંહ ચોકથી મદનઝાંપા રોડ તરફ તેમજ માર્કેટ ચાર રસ્તા થઇ, જે તે તરફ જઇ શકાશે, ભક્તિ સર્કલથી કાલુપુરા રોડ તરફ તેમજ કારેલીબાગ પોલીસ સ્ટેશન ચાર રસ્તા થઇ, જે તે તરફ જઇ શકાશે, ગાંધીનગરગૃહ થી જયુબેલીબાગ સર્કલ થઇ, જે તે તરફ જઇ શકાશે, ફાયરબ્રિગેડ ચાર રસ્તાથી, દાંડીયાબજાર ચાર રસ્તા માર્કેટ ચાર રસ્તા,ટાવર ચાર રસ્તા,મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે, માર્કેટ ચાર રસ્તાથી જયરત્ન બીલ્ડીંગ ચાર રસ્તા તરફ તેમજ કિર્તિસ્થંભ સર્કલ થઇ, જે તે તરફ જઇ શકાશે, દાંડીયાબજાર ચાર રસ્તાથી માર્કેટ ચાર રસ્તા,ટાવર ચાર રસ્તા,મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા થઇ, જે તે તરફ જઇ શકાશે, ટાવર ચાર રસ્તાથી, કોઠી ચાર રસ્તા તરફ,નાગરવાડા ચાર રસ્તા, જયુબેલીબાગ સર્કલ થઇ, જે તે તરફ જઇ શકાશે, મહારાણી નર્સિંગહોમ થી રાજમહેલ રોડ થઇ, જે તે તરફ જઇ શકાશ, રાજમહેલગેટથી મોતીબાગ તોપ લાલબાગ બ્રિજ નીચે મુજમહુડા સર્કલ થઇ, જે તે તરફ જઇ શકાશે, બરોડા ઓટો મોબાઇલથી ફુલબારી નાકા, સલાટવાડા,નાગરવાડા થઇ, જે તે તરફ જઇ શકાશે, ભીમનાથ નાકા થી બરોડા ઓટો મોબાઇલ તરફ તેમજરેલ્વે હેડ કર્વાટર, કોઠી ચાર રસ્તા થઇ, જે તે તરફ જઇ શકાશે, રેલ્વે હેડ કર્વાટરથી કોઠી ચાર રસ્તા થઇ, જે તે તરફ જઇ શકાશે,કોઠી ચાર રસ્તાથી ફુલબારી નાકા, ટાવર ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે, અકોટા બ્રિજ ચાર રસ્તાથી ગાય સર્કલ, મુજમહુડા સર્કલ, અકોટા રોડ થઇ થઇ જે તે તરફ જઇ શકાશે.