ડ્રેનેજ લાઇની રિહેબિલિટેશનની કામગીરીને લઇને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ
6 મહિના સુધી કામગીરી ચાલવાની હોબાથી લોકોને અવગડ ના પડે માટે વૈકલ્પિક રૂટ જાહેર કર્યો
પ્રતિનિધિ વડોદરા તા.9
વડોદરા શહેરના અકોટા રોડ પર વારંવાર ડ્રેનેજની લાઇનમાં ભંગાણ તથા ભુવા પડતા રહેતા હોય છે. જેના કારણે મહાનગર પાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા ડ્રેનેડ લાઇનના રિહિબિલિટેશનની 6 મહિના સુધી કામગીરી કરવાની છે. જેના ભાગરૂપે અકોટાબ્રિજ ચાર રરસ્તાથી મુજમહુડા સર્કલ તરફ જતા તમામ પ્રકારનો માટે પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરાયું છે.
વડોદરા શહેરના અકોટા બ્રિજ ચાર રસ્તાથી આર સી પટેલ એસ્ટેટ ત્રણ રસ્તા તરફના જંક્સન સુધીના અકોટા રોડ પર આવેલા ડ્રેનેજની લાઇનમા વારંવાર ભંગાણ થતા ભુવા પડી રહ્યા છે. જેના કારણે હવે વડોદરા મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા લાઇનના રિહેબિલિટેશનની કામગીરી કરવામા આવનારી છે. આ કામગીરી 6 મહિના સુધી ચાલે તેમ છે. જેના કારણ આ કામગીરીના ભાગરૂપે અકોટા બ્રિજ ચાર રસ્તાથી ચાર રસ્તા થઇ મુજમહુડા તરફ અવર જવર કરતા તમામપ્રકારના વાહનચાલકો માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે વાહનચાલકોને મુશ્કેલી ના પડે તથા વાહન વ્યવહાર પણ યોગ્ય રીતે ચાલે તેના માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા અકોટા બ્રિજ ચાર રસ્તાથી આર.સી.પટેલ ત્રણ રસ્તા થઇ મુજમહુડા સર્કલ તરફ જતા તમામ પ્રકારના વાહનચાલકો માટે પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જેથી 10 ફેબ્રુઆરીથી 6 મહિના તથા કામગીરી પૂર્ણ ના થાય જાહેરનામુ અમલમાં રહેશે.
- કયા રસ્તા પર પ્રતિબંધ લદાયો તથા કયા વૈકલ્પિક રૂટ અપાયાં
અકોટા બ્રિજ ચાર રસ્તાથી આર.સી.પટેલ એસ્ટેટ ત્રણ રસ્તા થઇ મુજમહુડા સર્કલ તરફ અવર-જવર કરતાં તમામ પ્રકાર વાહન ચાલકો માટે અકોટા બ્રિજ ચાર રસ્તાથી હોટલ વિવાન્તા, આર.સી.પટેલ એસ્ટેટ ચાર રસ્તા, મુજમહુડા સર્કલ તરફ જવા પર પ્રતિબંધ કરાયો છે. જ્યારે અકોટા બ્રિજ ચાર રસ્તાથી ગાય સર્કલ, અકોટા સ્ટેડીયમ રોડ, અકોટા ગાર્ડન ચાર રસ્તા(કલાસિક સર્કલ), આર.સી. પટેલ ત્રણ રસ્તા, ડોડસલ બસ સ્ટેન્ડ ત્રણ રસ્તાથી સીધા મુજમહુડા સર્કલ તરફ જઇ શકાશે. અકોટા ગાર્ડન ચાર રસ્તા (કલાસિક સર્કલ )થી સીધા ડોડસલ બસ સ્ટેન્ડ ત્રણ રસ્તાથી મુજમહુડા સર્કલ, મુજમહુડા સર્કલથી ડોડસલ બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા,આર.સી.પટેલ એસ્ટેટ ત્રણ રસ્તા, અકોટા બ્રિજ ચાર રસ્તા તરફ ફકત જઇ શકાશે.