Vadodara

વડોદરા : આરટીઓમાં 24 વાહનોની હરાજી કરવામાં આવી : 28.55 લાખની આવક થઈ

દરેક વાહનમાં અપસેટ વેલ્યુ કરતા હાયર પ્રાઈઝ મળતા 28.55 લાખની આવક થઈ

ગોધરા, સુરત,મહેસાણા, ડાંગથી વેપારીઓએ હરાજીમાં ભાગ લીધો

( પ્રતિનિધી ) વડોદરા,તા.19

વડોદરા આરટીઓ વિભાગ દ્વારા વર્ષ 2001થી વર્ષ 2016 સુધીના 24 જેટલા વાહનોની ટેન્ડર પ્રક્રિયા હાથધરાઈ હતી. જે બાદ કોર્ટમાંથી ઓર્ડર મેળવી વાહનોની હરાજી કરવામાં આવી હતી. જેમાં ગોધરા, સુરત,મહેસાણા, ડાંગથી વેપારીઓ આવ્યા હતા પણ શહેરનો એક પણ સ્ક્રેપનો વેપારી ન આવતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું.

વડોદરા આરટીઓ વિભાગમાં છેલ્લા 25 વર્ષ જૂના વાહનો કે જેઓ દ્વારા ટેકસની ભરપાઈ કરવામાં આવી નથી. આવા વાહનો સામે આરટીઓ વિભાગ સમય સર ટેક્સ ન ભરનાર વાહન જપ્ત કરાયા હતા અને ત્યારબાદ આજ દિન સુધી ટેક્સ ન ભરતા સંબંધિત વિભાગ દ્વારા મિલકત પર બોઝો દાખલ સુધીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આવા માલિકોને નોટિસ પણ આપવામાં આવી હતી. આ એવા વાહનો છે કે આરટીઓ વિભાગે ટેકસની ભરપાઈ કરી નથી અને તેઓને જપ્ત કર્યા હતા. વર્ષો સુધી વાહન માલિકો આ ટેકસની ભરપાઈ કરતા નથી. ત્યારે આ વાહનો એક તો આરટીઓ પરિસરમાં વર્ષોથી જગ્યા રોકી રહ્યા છે, સાથે સરકારના ટેક્સના પૈસા નથી આવતા જેથી તેઓ સામે કાર્યવાહીના ભાગ રૂપે હરાજી કરી તેના ટેકસની રકમ વસૂલવામાં આવી હતી. આરટીઓ કચેરી ખાતે છેલ્લા ઘણા સમયથી ટેક્સની ભરપાઈ ન કરનાર વાહન ખૂબ જ કપરી સ્થિતિમાં પડેલા હતા. જે કચેરીમાં આવેલા કમ્પાઉન્ડમાં જગ્યા તો રોકે છે પરંતુ, સરકારનો ટેક્સ છેલ્લા 20 વર્ષથી ભર્યો નથી. આવા 24 જેટલા મોટા વાહનોની હરાજી અંગેની અપસેટ વેલ્યુ જાહેર કરવામાં આવી હતી. જે બાદ ગુરુવારે વાહનોની હરાજી કરવામાં આવી હતી. આ અંગે અધિકારી જીગર પટેલે જણાવ્યું હતું કે, આરટીઓ કચેરી વડોદરા ખાતે ગુજરાત મોટર વાહન ટેક્સ બાકી હોય તેવા ડીટેઇન કરેલ કુલ 24 વાહનોની આજે જાહેર હરાજી રાખવામાં આવી હતી. જે આજરોજ તેના ટોટલ 129 બીડ 24 વાહનો માટે મળ્યા હતા તે ઓપન કરવામાં આવ્યા હતા અને એની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ તો 28 લાખ 55 હજાર જેટલી સરકારને આવક થઈ છે અને દરેક ગાડીમાં અપસેટ વેલ્યુ કરતા હાયર પ્રાઈઝ મળેલ છે.

Most Popular

To Top