Vadodara

વડોદરા આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્ર દોડ્તુ થયુ

વડોદરા : શહેરમાં ફરી વખત બોંબની ધમકી મળતા હડકંપ મચી ગયો છે, હવે આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સાથે બોમ્બ અને ડોગ સ્કવોડની ટીમો તેમજ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
સુરક્ષાના પગલાં રૂપે આરટીઓ કચેરીમાં હાજર તમામ કર્મચારીઓ અને કામસર આવેલા લોકોને તરત જ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર કચેરી પરિસરમાં ચુસ્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બોમ્બ સ્કવોડ દ્વારા દરેક ખૂણાની સઘન તપાસ કરવામાં આવી રહી હતી જેથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
આ ઘટનાને કારણે આરટીઓ કચેરીના કર્મચારીઓ તેમજ કામસર આવેલા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઉપરાંત આસપાસના વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સુરક્ષા કડક બનાવી દેવામાં આવી છે અને ધમકી આપનાર અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top