Vadodara

વડોદરા : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા ઉપપ્રમુખ પિયુષ રામાણી સહિત 3 જણાએ યુવકને મારમાર્યો

તારા બાપની જગ્યા છે, મોટેમોટેથી વાતો કરે છે તેમ કહી ઝઘડો કર્યો

છોડાવવા પડેલા સાળાને પણ ફટકાર્યો, ત્રણ સામે ગુનો દાખલ..

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા ઉપપ્રમુખ પિયુષ રામાણીએ મોબાઇલ વાત કરતા યુવકને તુ કેમ જોરથી વાતો કરો છે તેમ કહીને અન્ય બે લોકો સાથે મળીને માર માર્યો હતો. હુ પિયુષ રામાણી છુ તારા હાથ પગ તોડી નાખીશુ તેવી ધમકી આપી હતી. ઉપરાતં છોડાવવા પડેલ યુવકના સાળાને પણ ફટકાર્યો હતો. જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રી બાદ એસએસજીમાં ખસેડાયા હતા. ગોત્રી પોલીસે પિયુષ રામાણી તથા અન્ય બે લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

રાજકોટના વડવાજડી ગામે રહેતા અનિરૂધ્ધસિંહ ઉર્ફે કાનાભાઇ ગોહિલ પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ચાર દિવસ પહેલા હુ મારા ધંધાના કામથી મારા સાળા હરદેવસિંહ ડાભી સાથે વડોદરા ખાતે આવ્યો હતો અને મારા બાપુના દીકરાના ધર્મેન્દ્ર ગોહિલ (રહે. અર્થે સોમનાથ બંગ્લોઝ ગોત્રી)ને ત્યાં હુ તથા મારો સાળો રોકાયા હતા. ગત 15 જુલાઇના રોજ રાત્રીના સમયે જમીન હુ તથા મારો સાળો બંને મારાભાઇ ધર્મેન્દ્રની ઓફિસ શિવાય હોસ્પિટલ ગોત્રી પાસે ગયા તા. ત્યારે રાત્રીના સાડાનવ વાગ્યાના અરસામાં અમે બંને  જણા ઓફિસમાં બેસી વાતો કરતા હતા. ત્યારે અગિયાર વાગે મારા ભાઇ ધર્મેન્દ્ર જમવા માટે ગયા હતા. ત્યારબાદ મારા મોબાઇલ પર  સંબંધીનો કોલ આવતા હુ ઓફિસની બહાર આવી જોરજોરથી વાતો કરતો હતો ત્યારે લાઇફ અરેના સોસાયટીના ગેટ પાસે ઉભેલા એક શખ્સ મને જોરથી ગાળો આપી બોલાવ્યો હતો જેથી હુ તેની પાસે ગયો હતો ત્યારે તે કહેવા લાગ્યો હતો કે હુ પિયુષ રામાણી છુ તને ખબર છે આ તારા બાપની જગ્યા નથી તો તુ  મોટેમોટેથી વાતો કરે છે અને અહીથી જતો રહે તેમ કહેતા મે પુછ્યું હતું કે તમે મને કેમ ધમકાવો છે ત્યારે તેની સાથે ઉભેલા બે શખ્સોએ સીધો સીધો જતો હોય તો જતો રહે નહી તો તારા હાથ પગ ભાંગી નાખીશુ અને ચાલવાની હાલતમાં નહી  તેમ કહીને ત્રણ જણાએ ભેગ મળી પિયુષ રામાણીએ મને પકડી રાખ્યો હતો અને બે લોકોએ મેને માર મારવા લાગ્યા હતા દરમિયાન સાળો છોડાવવા વચ્ચે પડતા તેને પણ ત્રણજણાએ માર માર્યો હતો. દરમિયાન ધર્મેન્દ્રસિંહ ગોહિલ આવી જતા ત્રણ જણા સ્થળ પરથી ભાગી ગયા હતા. અમને સારવાર માટે ગોત્રી બાદ વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેથી ગોત્રી પોલીસે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા ઉપપ્રમુખ પિયુષ રામાણી સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.  

Most Popular

To Top